Gujarat Exclusive > રાજનીતિ > કોલકતામાં ‘પરાક્રમ દિવસ’ના કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી, CM મમતાનો થશે સામનો

કોલકતામાં ‘પરાક્રમ દિવસ’ના કાર્યક્રમમાં સામેલ થશે PM મોદી, CM મમતાનો થશે સામનો

0
101

Netaji Birth Anniversary: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો (Mamata Banarjee) આમનો-સામનો થશે. શનિવારે વડાપ્રધાન મોદી અસમમાં એક કાર્યક્રમમાં સામેલ થયા બાદ કોલકતામાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મીં જયંતીના (Subhash Chandra Bose Jayanti) અવસરે આયોજિત ‘પરાક્રમ દિવસ’માં (Parakram Diwas) સામેલ થશે. જ્યારે વિક્ટોરિયા મેમોરિયલમાં PM મોદીની મુલાકાત મુખ્યમંત્રી (West Bengal CM) મમતા બેનર્જી (Mamata Banarjee) સાથે થશે.

PM મોદીએ (PM Modi) નેતાજીના (Subhash Chandra Bose Jayanti)પરાક્રમને યાદ કરતા પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે, મહાન સ્વતંત્રતા સેનાની અને ભારત માતાના સાચા સપૂત નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મ જયંતી પર શત્-શત્ નમન. રાષ્ટ્ર દેશની સ્વતંત્રતા માટે તેમના ત્યાગ અને સમર્પણને કાયમ યાદ રાખશે.

વિક્ટોરિયા મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (West Bengal CM) મમતા બેનર્જીને (Mamata Banarjee)પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. હજુ નક્કી નથી થયું કે, મમતા બેનર્જી આ કાર્યક્રમમાં ભાગ લેશે કે કેમ? જો મમતા બેનર્જી આ કાર્યક્રમમાં સામેલ થશે, તો સાંજે PM મોદી અને મુખ્યમંત્રી મમતા એક જ મંચ પર જોવા મળી શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં પોલીસ પુત્રની દાદાગીરી- ‘જો તારી બહેન સાથે વાત કરતા રોકીશ, તો…!’

જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં આ વર્ષે જ વિધાનસભા ચૂંટણી (West Bengal Election) થવાની છે. રાજ્યમાં ચૂંટણી પહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મીં જયંતી (Subhash Chandra Bose Jayanti) ધામધૂમ પૂર્વક ઉજવવાનું આયોજન થઈ રહ્યું છે. ચૂંટણીના કારણે બન્ને રાજનીતિક પાર્ટીઓ વચ્ચેનો તનાવ અત્યારથી જ ચરમ પર છે.

ભાજપ તરફથી આયોજિત ‘પરાક્રમ દિવસ’ (Parakram Diwas) કાર્યક્રમના જવાબમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કોલકતામાં લગભગ 8 કિલોમીટર લાંબા રોડ શૉમાં સામેલ થશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9