ગાંધીનગર: ગુજરાતમાં ભાજપ કોઇ પમ પાર્ટીના ધારાસભ્ય અથવા સાંસદના સબંધીને ટિકિટ નહી આપે. રાજ્ય ભાજપ સંસદીય બોર્ડે આ નિર્ણય કર્યો છે. ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાની દીકરીએ ટિકિટ માંગી હતી પરંતુ ભાજપે સ્પષ્ટ કર્યુ કે કોઇ પણ સાંસદ કે ધારાસભ્યના સબંધીઓને વિધાનસભાની ટિકિટ નહી આપવામાં આવે.
Advertisement
Advertisement
ખુદ મનસુખ વસાવાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. વસાવાએ કહ્યુ કે તે પાર્ટીના નિર્ણયનું સ્વાગત કરે છે. પાર્ટી જેને પણ ટિકિટ આપશે, તે તેની જીત સુનિશ્ચિત કરવા માટે કામ કરશે. આ વચ્ચે ગુજરાતમાં ટિકિટ નક્કી કરવા માટે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્ય ચૂંટણી સમિતીની બેઠક ત્રીજા દિવસે પણ ચાલુ છે.
તમને જણાવી દઇએ કે 182 બેઠક ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કા હેઠળ 1 ડિસેમ્બરે 89 બેઠક અને બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે 93 બેઠક પર મતદાન થશે. પરિણામની જાહેરાત હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામ સાથે 8 ડિસેમ્બરે આવશે.
ગુજરાતમાં વર્તમાનમાં કુલ 4.90 કરોડ મતદાર છે, જેમાંથી 2.534 કરોડ પુરૂષ, 2.37 કરોડ મહિલા અને 1,417 થર્ડ જેન્ડર મતદાર છે. 3.24 લાખ નવા મતદાર છે. મતદાન માટે કુલ 51,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. 182 મૉડલ પોલિંગ સ્ટેશન હશે. 50 ટકા મતદાન કેન્દ્રનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે. 33 પોલિંગ બૂથો પર યુવા પોલિંગ ટીમ હશે.
Advertisement