Gujarat Exclusive > દેશ-વિદેશ > નેપાળના PM કેપી શર્મા ઓલીને ફટકો, સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ કર્યા બહાર

નેપાળના PM કેપી શર્મા ઓલીને ફટકો, સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીએ કર્યા બહાર

0
47

Nepal Political Crisis: ગત વર્ષે ડિસેમ્બર મહિનાના બીજા સપ્તાહમાં જ્યારે નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ (KP Sharma Oli) પોતાની પાર્ટી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીની (Nepal Communist Party) સહમતિ વિના એકતરફી નિર્ણય લઈને સંસદનો ભંગ કર્યો હતો, ત્યારથી જ પાર્ટીની અંદર આંતરિક મતભેદો વધી ગયા હતા. જેના કારણે પાર્ટી બે ભાગોમાં વેચાઈ ગઈ હતી, ત્યારથી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (Nepal Communist Party) બે પાર્ટીઓની જેમ કામ કરી રહી છે.

એક જૂથનું નેતૃત્વ ઓલી (KP Sharma Oli) સ્વયં કરી રહ્યાં છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ ઉર્ફ પ્રચંડ (Pushpa Kamal Dahal) અને માધવ કુમાર નેપાળ (Madhav Kumar Nepal) કરી રહ્યાં છે.

ઓલી વિરુદ્ધ કાર્યવાહી
બન્ને પક્ષો એક જ બેનર હેઠળ સમગ્ર દેશમાં અલગ-અલગ કાર્યક્રમો કરી રહ્યાં છે, કારણ કે તેમને હજુ સુધી ચૂંટણી પંચ તરફથી કોઈ સત્તાવાર માન્યતા મળી નથી. આ વિવાદ વચ્ચે ઓલીના (KP Sharma Oli) વિરોધી જૂથની આગેવાની કરી રહેલા પુષ્પકુમાર દહલ ઉર્ફ પ્રચંડ અને નેપાળ જૂથે ઓલી વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના અંતની શરૂઆત! 9 મહિના બાદ એક પણ મોત નહીં

સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના (Nepal Communist Party) પ્રવક્તા નારાયણ કાજી શ્રેષ્ઠાએ પત્રકારોની જણાવ્યું કે, સ્થાયી સમિતિની બેઠકમાં ઓલીને (KP Sharma Oli) પાર્ટીમાંથી હાંકી કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે, અગાઉ પણ નેપાળમાં રાજકીય સંકટ (Nepal Political Crisis) સર્જાયુ હતું, પરંતુ તે સમયે ચીની સરકારની મદદથી નેપાળની કોમ્યુનિસ્ટ પાર્ટીની (Nepal Communist Party) સરકાર બચી ગઈ હતી. જો કે આ વખતે ચીને ઓલીના (KP Sharma Oli) માથેથી પોતાનો હાથ હટાવી લીધો છે અને ઓલીને પાર્ટીએ બહારનો રસ્તો બતાવી દીધો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9