Gujarat Exclusive > યુથ > મનોરંજન > નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથે દિલ્હીમાં લગ્ન કર્યા, વાયરલ થયા વીડિયો

નેહા કક્કરે રોહનપ્રીત સિંહ સાથે દિલ્હીમાં લગ્ન કર્યા, વાયરલ થયા વીડિયો

0
140

બોલીવુડની પ્રખ્યાત ગાયિકા નેહા કક્કરે દિલ્હીમાં રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમના આ લગ્નમાં ખાસ મિત્રો અને પરિવારના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. ગાયિકા નેહા કક્કરે 24 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં પરંપરાગત આનંદ કારજ સમારોહમાં ગાયક રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ હવે પંજાબમાં ભવ્ય રિસેપ્શન રાખવામાં આવ્યું છે.

નેહા અને રોહનપ્રીતે લગ્ન પહેલાના ઉત્સવોમાં સારે એવો સમય પણ પસાર કર્યો હતો. નેહાએ પીઠીની ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. નેહાએ નીચે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘નિહુપ્રીતની હલ્દી સેરેમની’. આ જોડી ફોટાઓમાં ઘણી એવી સુંદર જોવા મળી રહી હતી.

નેહા કક્કરે 9 ઓક્ટોબરના રોજ એક ફોટો શેર કરીને રોહનપ્રીત સિંહ સાથેના તેના સંબંધો જાહેર કર્યા હતા. તેણે એક ફોટો શેર કરીને ‘આપ મેરે હો રોહનપ્રીત સિંહ’ ફોટો કેપ્શન કરીને રોહનપ્રીત નેહા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેઓએ ફોટા પર કમેન્ટ કર્યું હતુ કે મેરી જીંદગી @nehakakkar થી મળો.

ત્યારબાદ આ જોડીએ સોશિયલ મીડિયા પર ઘણા ફોટો શેર કર્યા છે. તેના રોકા સમારોહના વીડિયોએ પણ ઘણું ધ્યાન આકર્ષિત કર્યું છે. નેહા અને રોહનપ્રીતના ચાહકોને તાજેતરમાં જારી થયેલ ગીત ‘નહેરુ દા વ્યા’માં તેમની કેમિસ્ટ્રીની ઝલક મળી. આ ગીત નેહાએ લખ્યું છે. તે જ સમયે, ગીતના કેટલાક ભાગોને રોહનપ્રીત દ્વારા પણ ગાયાં છે.

આ પણ વાંચો: Kapil Devને હાર્ટ એટેકઃ 1983માં લિજેન્ડરી ક્રિકેટરે અનહોની કરી હતી

નેહા કક્કડ બોલીવુડની ઘણી મોટી સિંગર છે અને તે ઘણી ફિલ્મોમાં સુપરહિટ ગીતો પણ ગાઈ ચુકી છે. નેહાના ઘણી ગીતો ચાર્ટબસ્ટર છે. જો કે, નેહાના અવાજમાં લોકોને ગીતો પણ સારા લાગે છે. નેહા કક્કર અગાઉ ફિલ્મ અભિનેતા હિમાંશ કોહલી સાથેના સંબધોમાં હતી.