Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 1200 બેડની સિવિલમાં માતાને દાખલ કર્યા બાદ ગુમ? દીકરા બે દિવસથી શોધખોળ હાથ ધરી, તંત્ર નિષ્ક્રિય

1200 બેડની સિવિલમાં માતાને દાખલ કર્યા બાદ ગુમ? દીકરા બે દિવસથી શોધખોળ હાથ ધરી, તંત્ર નિષ્ક્રિય

0
46
  • માતાને શ્વાસની લેવામાં તકલીફ પડી અસારવા 1200 બેડમાં દાખલ કર્યા

  • હોસ્પિટલ સત્તા કોઈ જવાબ આપવા તૈયાર નહિ અને પોલીસ પણ ફક્ત સાંત્વના આપી જતી રહી

  • માતા જીવે છે કે મરી ગઈ ? કે કયા છે તેની કોઈ જ જવાબ નહિ બે દીકરા સવારથી સિવિલના પટાંગણમાં

અમદાવાદ: સરકારી તંત્રની વ્યવસ્થા અનગઢ નિષ્ફળ આયોજનએ આજના કિસ્સા પરથી સ્પષ્ટ થાય છે. સિટીએમ ખાતે રહેતા ભાનુબેનને શ્વાસ લવામાં તકલિફ થતા સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં 6 એપ્રિલે દાખલ કર્યા અને ત્યારબાદ તે ક્યાં ગયા તે કોઈને જાણ નથી. હોસ્પિટલ તંત્રને તે ક્યાં દાખલ છે, કોરોના પોઝિટિવ છે તે પણ જાણ નથી. પરિવાર માતા જ વડીલ હોવાથી તેમના બે દીકરા બે દિવસથી શોધી રહ્યા છે પણ સરકાર, હેલ્થ વિભાગ કે ગૃહ વિભાગ આ પરિવારને મદદ ન કરી શકતા હોવાની શરમજનક ઘટના બની છે.

સિટીએમ હાટકેશ્વર ખાતેના ભગવતી નગરમાં મનોજ ઉર્ફે મયંક તેની માતા ભાનુબેન ભાઈ ધર્મેશ કોષ્ટી સાથે રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા જ ઘરમાં વડીલ છે. ત્યારે ગત 6 એપ્રિલે માતા ભાનુબેનને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં દાખલ કરવા લાવ્યા હતા. જોકે તેમને દાખલ કરી દીધા બીજા દિવસે માતાના મોબાઈલનું ચાર્જર અને અન્ય સમાન લઈ દીકરો હોસ્પિટલ આવ્યો હતો. હોસ્પિટલ તંત્રને સમાન આપ્યો અને પરત ઘરે ગયો સાજે ફરી હોસ્પિટલ ગયો પરંતુ માતાને સામાન મળ્યો ન હતો. બાદમાં છેલ્લા બે દિવસથી સમાન રખડી રહ્યો છે અને મોબાઈલ બંધ હોવાથી માતા ક્યાં તેની ભાળ મળતી નથી.

હોસ્પિટલના સ્ટાફને બન્ને દીકરા કરગર્યા અને માતાની ભાળ મેળવવા માટે આખો દિવસ હોસ્પિટલમાં રઝળપાટ કરી પરંતુ માતા ક્યાં તે કોઈ જવાબ આપતું નથી. બન્ને દીકરા અને બે દીકરીના વડિલ માતા ગુમ છે અને સરકાર અને તેમનું તંત્ર આ બાળકોને માતા શોધી આપી શકતું નથી. મનોજે છેલ્લે પોલીસ કન્ટ્રોલ રૂમ પાસે મદદ માંગી તેમને શાહીબાગ પોલીસને મદદ માટે મોકલી પરંતુ તેઓ પણ આવ્યા હોસ્પિટલના સ્ટાફ સાથે વાત કરી હતી. મનોજને પોલીસે કહ્યું કે, તમને સંતોષ કારક જવાબ ન આપે તો અમને કોલ કરજો તેમ કહી પોલીસ પણ પરત ફરી હતી.

મને મારી માતા કોણ શોધી આપશે દીકરાનું આક્રંદ

મનોજે જણાવ્યું હતું કે, મારી માતાને દાખલ કરી તેનો કોરોના રિપોર્ટ પણ નથી આવ્યો તે પણ ગુમ છે અને માતા પણ ગુમ છે. મને હોસ્પિટલ, પોલીસ કોઈ મદદ કરતું નથી મને મારી માતા કોણ શોધી આપશે?

મેં આઈ હેલ્પ યુના ફકત બોર્ડ, શાહીબાગ પોલીસે કંઈ ન કર્યું ?

રાજ્ય પોલીસ અને ગૃહ વિભાગ લોકોની મદદ માટે ખડે પગે છીએ અને મેં આઈ હેલ્પ યુ ને બોર્ડ લગાવવામાં નંબર 1 પોલીસ નિઃસહાય બે દીકરાને મદદ ન કરી અને સંતોષ કારક જવાબ ન મળે તો જણાવજો કહી જતી રહી. માનવતા મરી પરવારી હોવાનું શહેરની શાહીબાગ પોલીસે સિદ્ધ કર્યું છે. મનોજ ઉર્ફે મયંકની માતા ન મળતી હોવાથી તેને શાહીબાગ સ્થિત આવેલા કન્ટ્રોલ રૂમમાં કોલ કર્યો અને માતાને શોધવા મદદ માંગી હતી. શાહીબાગ પોલીસ સ્ટેશનથી પોલીસ વાન મદદ માટે આવી અને હોસ્પિટલના સ્ટાફને મળીને પાછી જતી રહી હતી. મયંકને મોબાઈલ નંબર આપ્યો અને જણાવ્યું કે સંતોષ કારક જવાબ ન મળે તો કોલ કરજો કહી પોલીસે ચાલતી પકડી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat