Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > કોરોનાની અસરઃ JEE,NEET સપ્ટેમ્બર સુધી મોકૂફ, જુઓ હવે ક્યારે યોજાશે?

કોરોનાની અસરઃ JEE,NEET સપ્ટેમ્બર સુધી મોકૂફ, જુઓ હવે ક્યારે યોજાશે?

0
416

જેઇઇ પરીક્ષાઓ 1થી 27 સપ્ટેમ્બર અને નીટ 13 સપ્ટેમ્બરે યોજાશે

માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કરી જાહેરાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય માનવ વિકાસ મંત્રાલયે નીટ અને જેઇઇ પરીઓ મોકૂફ કરી દીધી છે. મેડિકલ અને એન્જીનિયરિંગમાં પ્રવેશ માટેની નીટ અને જેઇઇ-મેન પરીક્ષાઓ જુલાઇમાં યોજાવવાની હતી. પરંતુ દેશમાં કોરોના ઝડપથી વધવાને કારણે કેન્દ્રે તેને હાલ મોકૂફ રાખી સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય લીધો છે.

માનવ સંસાધન મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તાને ધ્યાનમાં રાખી અને જેઇઇ અને નીટની પરીક્ષાઓ સ્થગિત કરી રહ્યા છીએ. હવે જેઇઇ-મેન પરીક્ષા 1થી 6 સપ્ટેમ્બર, જેઇઇ-એડવાન્સ 27 સપ્ટેમ્બરે યોજાશે જ્યારે નીટની પરીક્ષા 13 સપ્ટેમ્બરે લેવાશે.

આ પણ વાંચોઃ યુનિવર્સિટીની પરીક્ષા અંગે આજે આવશે નિર્ણય, UGC જાહેર કરશે નવી ગાઈડલાઈન્સ

જુનો કાર્યક્રમ જુલાઇ-ઓગસ્ટનો હતો

અગાઉના કાર્યક્રમ મુજબ મેડિકલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા 26 જુલાઇએ થવાની હતી. જેઇઇ-મેન્સ 18થી 23 જુલાઇએ અને જેઇઇ-એડવાન્સ 23 ઓગસ્ટે યોજાવવાની હતી. બંને એક્ઝામમાં 25 લાખની આસપાસ વિદ્યાર્થીઓ બેસવાના છે. નીટ માટે 16 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે જેઇઇ-મેન્સમાં 9 લાખ ઉમેદવારો પરીક્ષા આપવાના છે.