Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા જિલ્લામાં RT-PCR ટેસ્ટ કરાવેલ વ્યક્તિઓ જ બની રહ્યા છે ‘કોરોના સુપર સ્પ્રેડર’!

નર્મદા જિલ્લામાં RT-PCR ટેસ્ટ કરાવેલ વ્યક્તિઓ જ બની રહ્યા છે ‘કોરોના સુપર સ્પ્રેડર’!

0
87

વિશાલ મિસ્ત્રી રાજપીપળા: જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, એવા નર્મદા જિલ્લામાં જ આરોગ્યની સુવિધાઓના નામે મીંડું છે. એકતરફ નર્મદા જિલ્લામાં કોરોનાના રોજના સરેરાશ 50 જેટલા કેસો સામે આવી રહ્યાં છે, તો બીજી બાજુ લોકો પણ કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું ભૂલી રહ્યા છે. એક ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે, જિલ્લામાં RT-PCR ટેસ્ટ કરાવેલા વ્યક્તિઓ જ કોરોનાના સુપર સ્પ્રેડર બની રહ્યા છે. RT-PCR Testing Lab

નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસના RT-PCR ટેસ્ટ માટે અલગ-અલગ જગ્યાએ સેમ્પલો લેવામાં આવે છે. અહીંયાંથી સેમ્પલ ટેંસ્ટિંગ માટે વડોદરા કે સુરત મોકલાય છે, જેના રિઝલ્ટ આવતા 3-4 દિવસ નીકળી જાય છે. આ સમયગાળા દરમિયાન RT-PCR ટેસ્ટ કરાવેલા વ્યક્તિઓ બજારમાં બિન્ધાસ્ત નિર્ભય પણે ફરી રહ્યા હોય છે.

એવામાં જ્યારે 3-4 દિવસ બાદ જેનો રિપોર્ટ પોઝિટિવ આવે, ત્યાં સુધીમાં તો તેઓ કેટલાયે લોકોને સંક્રમિત કરી દીધા હોય છે. આથી જો નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટાડવું હોય, તો રાજપીપળામાં જ RT-PCR લેબોરેટરી વહેલી તકે શરૂ કરવી જોઈએ.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ: ઘરના નામે ઝૂંપડી અને મજૂર પતિ, ચર્ચામાં છે BJP MLA ચંદના બાઉરીની જીત RT-PCR Testing Lab

આ અંગે નર્મદા જિલ્લા પ્રભારીમંત્રી અને રાજ્યકક્ષા મંત્રી બચુભાઈ ખાબડને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે, આવતીકાલથી લેબ ચાલુ થઈ જશે પણ એ આવતીકાલ ક્યારે આવશે? તેની નર્મદા જિલ્લાના લોકો રાહ જોઇને બેઠા છે.

પ્રભારીમંત્રીને પણ નર્મદા જિલ્લાનું તંત્ર જેટલું પાણી પીવડાવે તેટલું જ પાણી પીવે છે એમને પણ ખબર નથી કે ક્યારે લેબ શરૂ કરવામાં આવશે.જો કે લેબનો સમાન આવીને પડ્યો છે, રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે, પણ કયાં કારણોસર લેબ શરૂ કરવામાં નથી આવતી? એ પ્રશ્ન ઉઠી રહ્યા છે.

શું રાજપીપળામાં RT-PCR લેબ ચાલુ ન કરવા પાછળ કોઈ અધિકારીને લાભ થતો હશે કે પછી અન્ય શહેરોના લેબ સંચાલક સાથે સાંઠ ગાંઠ હશે સહિત અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. RT-PCR Testing Lab

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat