Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરામાં ‘મેઘ તાંડવ‘: NDRFની ટીમ દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ

વડોદરામાં ‘મેઘ તાંડવ‘: NDRFની ટીમ દ્વારા મોડી રાત્રે દિલધડક રેસ્ક્યૂ

0
4772

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે, ત્યારે સૌથી વધારે અસર વડોદરામાં જોવા મળી હતી. વડોદરામાં બુધવારે રેકોર્ડ તોડતા 24 કલાકમાં 20 ઈંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે શુક્રવારે પણ વડોદરામાં સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

 

પૂરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ અને NDRFની ટીમ બચાવ કામગીરીમાં જોતરાઈ છે, ત્યારે NDRFની ટીમે IAF-C130 એરક્રાફ્ટની મદદથી 138 લોકોને બચાવ્યા હોવાની માહિતી મળી છે. મોડી રાત સુધી આ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. NDRFની ટીમો હજું પણ પૂર ગ્રસ્ત વિસ્તારોમાં લોકોને બચાવવાની કામગીરી કરી રહી છે. આ દરમિયાન NDRFનો મોટો કાફલો ગુજરાત જવા રવાના થયો છે.

ગુજરાતમાં વડોદરા ઉપરાંત અમદાવાદમાં પણ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રમ્પે ફરી કાશ્મીર રાગ આલાપ્યો, PM મોદીને લઈને કહી મોટી વાત