Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ગુજરાતમાં 170 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે ‘વાયુ’, તંત્ર એલર્ટ

ગુજરાતમાં 170 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે ‘વાયુ’, તંત્ર એલર્ટ

0
750

અરબ સાગરમાં ઉઠેલ વાવાઝોડું “વાયુ” પશ્ચિમી કાઠે તેજ ગતિથી વધી રહ્યું છે. તે મહારાષ્ટ્રના ઉત્તરથી ગુજરાતની તરફ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, “વાયુ” 13 જૂનની આસપાસ ગુજરાતના કાંઠા વિસ્તાર કચ્છ અને પોરબંદરમાં પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે 3 લાખ લોકોને રેસ્ક્યુ કરવા માટે સેના અને NDRFની ટીમ યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. “વાયુ”ના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સવારે વરસાદની માહિતી મળી રહી છે.

અગાઉ ગત મહિને આવેલા “ફાની” વાવાઝોડાએ ઓડિશામાં ભારે વિનાશ વેર્યો હતો. આ વચ્ચે “વાયુ” વાવાઝોડાની અસર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં મુંબઈ સહિત તાપી અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

110-135 કિમીની ઝડપે હવા
ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં “વાયુ” વાવાઝોડાની ગતિ 110 થી 135 કિલોમીટરની આસપાસ રહી શકે છે. હાલ “વાયુ” સૌરાષ્ટ્રના (Saurashtra) પોરબંદર અને મહુવા તરફ આગળ વધી રહ્યું છે. “વાયુ” હાલ વેરાવળથી 340 કિલોમીટર દૂર છે. “વાયુ” વાવાઝોડા પગલે કાચા મકાનોને નુક્શાન થવા ઉપરાંત વીજળીના સપ્લાય પર અસર થવા સાથે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં 60 લાખ લોકો પ્રભાવિત
“વાયુ” વાવાઝોડાથી સૌથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, દીવ, સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વધારે નુક્શાન થવાની આગાહી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયાને જણાવ્યું કે, સૌરાષ્ટ્રના 10 જિલ્લાના 408 ગામોમાં રહેનારી અંદાજે 60 લાખની વસ્તી “વાયુ” વાવાઝોડાથી (Cyclone Vayu) પ્રભાવિત થવાની સંભાવના છે.

ગુજરાતમાં પ્રવાસીઓ માટે વહીવટી તંત્રએ ચેતાવણી જાહેર કરી છે. દ્વારકા, સોમનાથ અને કચ્છમાં પ્રવાસીઓને કાંઠા વિસ્તાર છોડીને 12 જૂનની બપોર સુધીમાં સુરક્ષિત સ્થળોમાં જવાની સલાહ આપવામાં આવી છે.

સેનાની 10 ટૂકડીઓ ખડેપગે
રેસ્કયૂ ઓપરેશનમાં મદદ કરવા માટે રાજ્ય સરકારે સેનાની 10 ટૂકડીઓને પશ્ચિમી તટ પર ખડેગપે કરી દીધી છે. જામનગર, દ્વારકા, પોરબંદર, સોમનાથ, મોરબી, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં સેના ખડેપગે રાખવામાં આવી છે. આ ઉપરાંત સેનાની તમામ ટૂકડીઓને બપોરે 12 કલાક સુધીમાં જિલ્લા કલેક્ટરમાં પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે સેનાની 24 ટૂકડીઓ ને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે.

3 લાખ લોકોનું રેસ્ક્યૂ, 700 સાયક્લોન સેન્ટર સાયક્લોન
ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, ગુજરાત (Gujarat) અને દમણ-દીવ વહીવટી તંત્રએ 3 લાખ લોકોને સુરક્ષિત નીકાળવાની તૈયારી કરી છે. આ સાથે જ વાવાઝોડાથી (Vayu Cyclone) સૌથી પ્રભાવિત થનારા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. લોકોને રેસ્ક્યુ બાદ 700 સાઈક્લોન રિલીફ સેન્ટરોમાં શિફ્ટ કરવામાં આવશે.

મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ “વાયુ” વાવાઝોડાની તીવ્રતાને જોતા સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લામાં દરિયાકાંઠાથી 10 કિમી ના વિસ્તારમાં કાચા મકાનો અને અર્ધપાકા મકાનો સહિત નિચાણ વાળા વિસ્તારના તમામ લોકોને ફરજીયાત સલામત સ્થળે સ્થળાંતર કરવા જિલ્લા કલેક્ટરોને સ્પષ્ટ સૂચના આપી છે. આ સમગ્ર કાર્યવાહી બપોરે 3 કલાક સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાંથી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી જિલ્લાઓ સાથે યોજેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલ તેમજ મુખ્ય સચિવ ડૉ. જે.એન સિંહ સહિત વરિષ્ઠ સચિવો જોડાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડા વાયુને લઈને ટ્વીટ કરતા જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. NDRF ઉપરાંત અન્ય તમામ એજન્સીઓ લોકોની મદદ માટે તૈયાર છે.

આ ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ એવા સોમનાથ પણ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. સોમનાથમાં “વાયુ” આવતીકાલે ટકરાઈ શકે છે, જેને પગલે આજે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.

આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ડિસાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GDMA) અત્યાર સુધીમાં કુલ 1,64,090 લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડ્યા છે.

“વાયુ” વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો ગાંડો થયો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યાં છે.

કોંગ્રેસ અક્ષ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં વાવાઝોડાને પગલે લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી અને કોંગ્રેસના કાર્યકર્તાઓને મદદ કરવા માટે તૈયાર રહેવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે,