Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > મહામારી પર ઝગડતા રાજ્ય, પગ રગડતા દર્દીઓ અને ખંડ-ખંડ ‘અખંડ’ ભારત

મહામારી પર ઝગડતા રાજ્ય, પગ રગડતા દર્દીઓ અને ખંડ-ખંડ ‘અખંડ’ ભારત

0
78

એક મહિલા સુરક્ષા કર્મચારીઓ સામે આજીજી કરી રહી છે. તે સરહદ પાર જવા માંગે છે. તેનો પતિ જીવન અને મોત વચ્ચે લડી રહ્યો છે. તે ઝડપીમાં ઝડપી હોસ્પિટલ પહોંચવા માંગે છે, પરંતુ સુરક્ષા કર્મચારીઓ પર કોઈ જ અસર પડતી નથી. તેને એક સરહદ પરથી પરત ધકેલી દેવામાં આવે છે.

આ મ્યાંમારથી ભાગીને હિન્દુસ્તાનમાં ઘૂસવાની કોશિશ કરતાં શર્ણાર્થીઓની દૂર્દર્શા નથી. આ મંજર છે આંધ્ર પ્રદેશ-તેલંગાણા બોર્ડરનો… જ્યાં આંધ્ર પ્રદેશથી કોરોના દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સને તેલંગાણા પોલીસે બોર્ડર પર રોકી લીધી છે.

વન નેશન અને રાષ્ટ્રવાદ… કોરોનાના પ્રચંડ ચક્રવાતમાં આ નારાઓને ઉડતા અને અખંડ ભારતને ખંડ-ખંડ થતો આજે તમે અનેક રાજ્યોની સીમાઓ અને કેન્દ્રની નીતિઓમાં જોઈ શકો છો.

પંજાબ-સિંધ-ગુજરાત-મરાઠા

દ્રાવિડ-ઉત્કલ-બંગ

વિંધ્ય હિમાચલ યમુના ગંગા…

રાષ્ટ્રગીત ગાતી વખતે તો હંમેશા છાતી ફુલી જાય છે, માથુ ટટાર થઈ જાય છે અને ઉપરોક્ત પંક્તિઓ આવે ત્યાર સુધી તો શરીરના રૂવાટા પણ ઉભા થઈ જાય છે. આખુ રાષ્ટ્ર એક છે, તે અનુભૂતિ ફરીથી થવા લાગે છે. પરંતુ કોરોનાની બીજી લહેરમાં રાષ્ટ્રને રાજ્યોમાં ખંડિતતા જોઈને શરમ આવી રહી છે. દેશની અંદર જ હિન્દુસ્તાનના ભાગલા પડી ગયા છે. એક રાજ્ય બીજા રાજ્યના દર્દીને ઈન્જેક્શન આપવાથી પણ ઈન્કાર કરવામાં આવી રહ્યું છે.

આવો જ એક દાખલો… બનાસકાંઠાના પાલનપુરમાં એક દર્દીને રેમડેસિવિલ ઈન્જેક્શન સીવિલ હોસ્પિટલ તરફથી આપવામાં તે માટે ના આવ્યો કે, તે રાજસ્થાનનો રહેવાસી હતી. દર્દીઓના સગા-સંબંધીઓ ઈન્જેક્શન માટે અધિકારીઓ સામે લલોપાત કરતાં રહ્યાં પરંતુ પરિણામ શૂન્ય.. અંતે દર્દીએ પોતાનો દમ તોડી દીધો. સરકારોની નિષ્ફળતાઓએ લોકોની સંવેદનશીલતાને પણ શૂળીએ ચડાવી દીધી છે.

તો બીજી તરફ રાજ્યો એકબીજા સાથે લડી રહ્યાં છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશને પોતાના ત્યાં આવવા દેવા માંગતુ નથી. દર્દીઓને કહે છે હોસ્પિટલમાં જગ્યા મળી ગઈ છે તેના પૂરાવાઓ બતાવો. તેઓ પૂરાવાઓ બતાવે છે તો પોલીસવાળા કહે છે કંટ્રોલ રૂમમાંથી ગ્રીન સિગ્નલ જોઈએ. કંટ્રોલ રૂમ કહે છે કે, હોસ્પિટલોએ અમારા પાસેથી મંજૂરી લેવી જોઈએ. આ રાજકારણ અને થર્ડ ક્લાસ મેનેજમેન્ટથી દર્દીઓના જીવ જતા રહે છે.

ગંગામાં વહેતા મૃતદેહો મરતી સંસ્કૃતિ

જ્યારે કોરોનાથી મોતના અસલી આંકડાઓ સામે આવવા લાગ્યા તો મનને દુ:ખી કરનારા સમાચાર આવવા લાગ્યા.

બિહારે કહ્યું કે, શબ યૂપીથી આવી રહ્યાં છે, યૂપીએ દાવો કર્યો છે કે, બિહારથી વહીને આવ્યા છે. એક ટોપ ટાઈપની વેબસાઈટે છાપ્યું કે, બિહાર પોલીસની યૂપીમાં સર્જિકલ સ્ટ્રાઈક. રાત્રે બિહાર પોલીસે યુપીની સીમમાં પ્રવેશ કર્યો અને બતાવ્યું કે યુપીવાળા મૃતદેહ બિહાર તરફ વ્હાવી રહ્યાં છે. સર્જિકલ સ્ટ્રાઈક? ખરેખર? પોતાના જ દેશના રાજ્ય જ એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે, તે પણ લાશોને લઈને. આટલી અસંવેદનશીલતા?

મૃતદેહો પર આ બે રાજ્યોના ‘સંસ્કાર’ જોઈને બંગાળે પણ સંતરી બેસાડી દીધો. માલદા અને રાજમહેલમાં સુરક્ષા વધારી દેવામાં આવી કેમ કે, ક્યાંક બિહાર-ઝારખંડથી મૃતદેહ ના આવી જાય.

સદીઓથી ઝારખંડ અને બિહારના અનેક લોકો અંતિમ સંસ્કાર કરવા કાશી આવે છે. આનો ધાર્મિક મહત્વ છે. ધર્મના રાજકીય વિજ્ઞાન પર પેટેન્ટ કરાવી ચૂકેલા ધર્મ રક્ષાને સ્વયંભૂ સરપંચ બનેલા લોકોએ આના પર પ્રતિબંધ લગાવી દીધો.

“તારી લાશ-મારી લાશ” અસલમાં ભારતીયોની લાશ. અચ્છે દિવસોની આશામમાં ક્યાં આવી ગયા આપણે?

લાશો પર રાજકારણ, શ્વાંસો પર આફત

રાજકારણની આનાથી વધારે અજ્ઞાનતા અને રાષ્ટ્રની આનાથી વધારે અપમાન શું હોઈ શકે છે કે, ઓક્સિન વગર દર્દીઓ હોસ્પિટલોમાં- ઘરોમાં અકડાઇ રહ્યાં છે તો રાજ્ય ઝગડી રહ્યાં છે. દિલ્હી કહી રહ્યું છે કે હરિયાણાએ અમારા ઓક્સિજનની ચોરી કરી લીધી. હરિયાણાએ કહ્યું આવું તો દિલ્હીએ કહ્યું. નાગપુર માટે આવી રહેલ ઓક્સિજન ગુમ થઈ તો નીતિન ગડકરી તેને શોધવાનું કામ પ્યારે ખાનને આપે છે. ખબર મળી કે ઓક્સિજન ગુજરાત તરફ ઉડી ગઈ છે. શિવરાજ ચૌહાણ, યોગીને કહે છે કે, અમારા રાજ્યની શ્વાસો તમારે ત્યાં અટકી છે. રાજસ્તાનને પણ આવી જ અપીલ કરે છે.

સમાચાર તો તેવા પણ આવ્યા કે, “બીજા રાજ્યોના લોકોને અમારા ત્યાં વેક્સિન આપવામાં આવશે નહીં.” હંગામો થયો તો નિર્ણય પરત લેવો પડ્યો. હજું પણ ભાડા કરાર, વિજળી બિલ, બેંક પાસબુક અથવા અન્ય ડોક્યુમેન્ટ બતાવવા જરૂરી છે. રાજ્યની દલીલ છે કે, અમે લોકોએ વેક્સિન ખરીદી છે તો અમે લોકો જ લગાવીશું. પોતાના લોકો? ચૂંટણીમાં સીમા પાર પ્રચાર કરવા જાય છે તો ત્યારે બીજા રાજ્યોના લોકો પણ ‘પોતાના લોકો’ લાગવા લાગે છે. રાજ્ય છોડો નોએડામાં બીજા જિલ્લાઓના લોકોનો કોરોના ટેસ્ટ સુધી કરવામાં આવી રહ્યો નથી.

ગુજરાતમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે. તાલુકા લેવલે આવેલ પીએચસી સેન્ટરમાં દિવસની કોરોનાના એન્ટિજન ટેસ્ટ માટે 50 કિટ આપવામાં આવે છે, જેથી તેઓ અન્ય તાલુકામાંથી આવેલા લોકોનો ટેસ્ટ પણ કરી રહ્યાં નથી. અહીં તો નોંધવું જરૂરી છે કે, હાલમાં તો અનેક તાલુકાઓમાં એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યાં નથી. સ્વાસ્થ્ય કર્મચારીઓ અનુસાર ઉપરથી કિટ જ આવી રહી નથી.

રાષ્ટ્રીય આપત્તિમાં રાષ્ટ્રીય સંકલનનો ઘનઘોર અભાવ

જ્યારે આખા દેશ માટે કેન્દ્ર સરકાર વેક્સિનનો ગ્લોબલ ટેન્ડર નિકાળતી તો આપણી મુશ્કેલી ઓછી થતી. ખરીદદાર એક હોત અને વેચનારાઓ અનેક. જોકે, રાજ્યો પર જવાબદારી ઢોળતા તેઓ આંતરાષ્ટ્રીય માર્કેટમાં વેક્સિન માટે ભટકી રહ્યાં છે. જ્યાં આપણે એક ગ્લોબલ ટેન્ડરના રૂપમાં એકતા હોતી, નિષ્ણાતો દ્વારા પૂર્ણ તૈયારી કરવામાં આવી હોત, પરંતુ રાજ્યોએ પોત-પોતાના નખરાઓ શરૂ કર્યા છે. યૂપી વેક્સિન કંપનીઓથી સિક્યોરિટી મની માંખી રહ્યાં છે તો મહારાષ્ટ્ર કહી રહ્યું છે કે, કોલ્ડ સ્ટોરેજની જરૂરત પડશે તો કંપની બનાવીને આપશે. કમાલ છે. તરસ્યો કુવાને કહી રહ્યો છે કે, ચિલ્ડ વોટર જોઈએ. કુવાને શું પડી છે. તેના ઉપર તો તરસા લોકોની મસમોટી લાઈન લાગી છે.

આ બધાનું પરિણામ શું છે? પરિણામ છે, મરતા-વિલખતા દર્દીઓ. એક હોસ્પિટમાંથી બીજી હોસ્પિટલમાં એડીઓ રગડતા પરિવાર. આ બધુ કેમ થઈ રહ્યું છે? કેમ કે કોઈ નેશનલ પોલિસી નથી. રાજ્ય હવે પોતાની સ્થિતિ પર છે. રાષ્ટ્રીય આપત્તિમાં રાષ્ટ્રીય સંકલન નથી.

કેટલાક માનનીય જ્ઞાન આપી રહ્યાં છે કે, હેલ્થ રાજ્યોની જવાબદારી છે. 4 કલાકના અલ્ટીમેટમ પર રાષ્ટ્ર વ્યાપી લોકડાઉન લગાવતી વખતે અધિકારોને આ ભાગલાનો ખ્યાલ કેમ આવ્યો નહીં? વેક્સિન પર શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે. આ નિર્ણયોમાં રાજ્યોની કેટલી ભાગીદારી હતી. હવે જ્યારે મામલો બગડી ગયો છે તો સીમાંકન થઈ રહ્યું છે.

આપણી રાષ્ટ્રવાદની ભવ્ય ઈમારત કડકભૂસ થઈ જાય છે, જ્યારે સમાચાર છપાય છે કે વિદેશથી આવી રહેલી મદદ ઉપર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદ અને વન નેશન જેવા નારાઓનો ઉપયોગ કરીને પોતાના રાજકારણને ચમકાવનાર આજે પોતાના હાથોથી તેમનું ગળું દબાવી રહ્યાં છે, અને આશ્રર્યની વાત છે કે, કોઈ કંઈ બોલી પણ રહ્યું નથી.

કદાચ ઘા એટલો તાજો અને દર્દ એટલો ઉંડો અને ભયાનક છે કે, હાલમાં કોણ જવાબદાર અને કોણ અપરાધી તેનો હિસાબ કરવાની શક્તિ નથી. દેશની ખરાબ પરિસ્થિતિ માટે દેશ પોતે પણ જવાબદાર છે, જ્યારે તેને એક દિગ્ગજ ઈકોનોમિસ્ટને ઠૂકરાવીને ચાવાળાને દેશને સંભાળવાની અને તેના રક્ષણની જવાબદારી આપી દીધી હતી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat