Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > NDA સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે થશે રજૂ, રહેશે સૌની નજર

NDA સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે થશે રજૂ, રહેશે સૌની નજર

0
1006

નરેન્દ્ર મોદીની સરકારના (Modi Govt) બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) રજૂ કરવાના છે, ત્યારે બજેટ પહેલા સામે આવેલા આર્થિક સર્વેક્ષણથી લાગી રહ્યું છે કે, નવા બજેટમાં ખાનગી રોકાણની મદદથી રોજગારી ઉભી કરવા સાથે ઉત્તમ ટેક્સ વ્યવસ્થા અને ઓછા વ્યાજ દર જેવા મુદ્દાઓ પર ફોક્સ કરીને સરકાર દેશની અર્થવ્યવસ્થાને ઉચ્ચ સ્તર પર લઈ જવા માંગશે.

નાણાંમંત્રી આ બજેટ એવા સમયે રજૂ કરી રહ્યા છે, જ્યારે ઓછો વિકાસ દર, ઓછો રોજગાર, ખરાબ મોનસૂન, વૈશ્વીક મંદી અને ટ્રેડ વૉર પોલિસી જેવા પડકારો નજર સામે જ છે. નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પરંપરા અનુસાર, રેલ બજેટ (Rail Budget) પણ સામાન્ય બજેટની અંદર જ સામેલ હશે.

સરકારને ચાલુ નાણાંકીય વર્ષ 2019-20માં વાસ્તવિક GDP વૃદ્ધી દર 7 ટકા રહેવાનું અનુમાન છે. ગુરૂવારે સાંસદમાં 2018-19ની આર્થિક સમીક્ષા રજૂ કરતા સીતારમણે આ અનુમાન વ્યક્ત કર્યું હતું. ભારત 2018-19માં વિશ્વની ઝડપથી વધી રહેલી મુખ્ય અર્થ વ્યવસ્થાઓમાંથી એક છે. 2017-18માં 7.2 ટકાના GDP વૃદ્ધીથી 2018-19માં 6.8 ટકા જેટલા નજીવા પરિવર્તન છતાં શક્ય બન્યું છે.

સ્ટેટ ફાઈનાન્સ મિનિસ્ટર અનુરાગ ઠાકુર (Anurag Thakur) બજેટ-2019 (Budget-2019)પહેલા પૂજા અર્ચના કરી. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ નાંણા મંત્રાલય પહોંચી ચૂક્યા છે. સવારે 11 કલાકે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે.

ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી માટે આજે મતદાન, કોંગ્રેસના MLA ગાંધીનગર આવવા રવાના