Gujarat Exclusive > દેશ-વિદેશ > NCRBનો રિપોર્ટ: લૉકડાઉન દરમિયાન 10 ટકા વધ્યા આત્મહત્યાના કેસ, રોડ અકસ્માત ઓછા થયા

NCRBનો રિપોર્ટ: લૉકડાઉન દરમિયાન 10 ટકા વધ્યા આત્મહત્યાના કેસ, રોડ અકસ્માત ઓછા થયા

0
46

નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન શું ભારતમાં આકસ્મિત મોત અને આત્મહત્યાના કેસ વધ્યા છે? આ સવાલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો છે. જોકે, હવે રાષ્ટ્રીય ગુનાહિત રેકોર્ડ બ્યૂરો (NCRB)એ વર્ષ 2020 સાથે જોડાયેલો જે રિપોર્ટ રજૂ કર્યો છે તે ઘણો ચોકાવનારો છે. NCRBના રિપોર્ટ અનુસાર વર્ષ 2020 દરમિયાન જ્યા આત્મહત્યાના કેસમાં વર્ષ 1967 બાદથી સૌથી મોટો ઉછાળ જોવા મળ્યો છે, બીજી તરફ રોડ અકસ્માતમાં કમી આવી છે.

આત્મહત્યા કરનારાઓમાં વિદ્યાર્થી અને નાના વેપારીઓની સંખ્યા વધારે છે. NCRBનો આ રિપોર્ટ જાન્યુઆરીથી ડિસેમ્બર 2020 સુધીના આંકડાને બતાવે છે. રિપોર્ટ અનુસાર આ એક વર્ષમાં આત્મહત્યાના 153,052 નવા કેસ સામે આવ્યા છે જે વર્ષ 1967 બાદ સૌથી વધુ છે.

NCRBએ વર્ષ 2020 સાથે જોડાયેલો જે રિપોર્ટ રજૂ કર્યો છે તેને જોતા ખબર પડે છે કે દેશમાં આત્મહત્યાના કેસમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં દેશમાં 153,052 આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. આ સંખ્યા વર્ષ 2019થી 10% વધી છે. નિશ્ચિત રીતે જનસંખ્યાના ભાગના રૂપમાં આવી મોતનો દર અભૂતપૂર્વ નથી. આત્મહત્યાથી થતા મોતની સંખ્યા, જ્યારે પ્રતિ લાખ જનસંખ્યા દ્વારા સમાયોજિત કરવામાં આવી તો આ આંકડો વર્ષ 2020માં 11.3 ટકા હતો. એવામાં સવાલ કરવો યોગ્ય છે કે શું લોકડાઉનના તણાવે આત્મહત્યાના કેસમાં વધારો તયો છે. જ્યારે રિપોર્ટમાં વિદ્યાર્થી અને પ્રોફેશનલના આંકડાને જોવામાં આવે છે તો કહી શકાય છે કે હાં, તેની માટે લૉકડાઉનનો તણાવ જવાબદાર છે. મહત્વપૂર્ણ છે કે કોરોના મહામારી દરમિયાન 68 દિવસના લાંબા લૉકડાઉનને કારણે લોકોને નુકસાન ઉઠાવવુ પડ્યુ હતુ. આ દરમિયાન ના તો સ્કૂલ-કોલેજ ખોલવામાં આવ્યા અને ના તો દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી હતી.

આ પણ વાંચો: ટિકરી પછી ગાજીપુર બોર્ડરથી પોલીસે હટાવ્યા બેરિકેડ, ખુલશે ગાજિયાબાદ-દિલ્હી રૂટ!

દેશમાં લાગેલા 68 દિવસ લાંબા લૉકડાઉન દરમિયાન શહેરના સુમસામ રસ્તાની તસવીરો વાયરલ થઇ હતી. જેનાથી રોડ અકસ્માતની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ADSIના રિપોર્ટ અનુસાર રોડ અકસ્માતમાં થતા મોતમાં 11 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2020માં 374,397 આકસ્મિત મોત થયા હતા. 2009 બાદથી આ સૌથી ઓછી સંખ્યા છે જ્યારે આવી મોતની સંખ્યા 357,021 હતી. 2019ની તુલનામાં આ રીતના મોતમાં 11.1%નો ઘટાડો થયો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat