Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે NCP પણ મેદાનમાં, સુરત માટે 20 નામો જાહેર કર્યાં

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે NCP પણ મેદાનમાં, સુરત માટે 20 નામો જાહેર કર્યાં

0
65

સુરત: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની (Gujarat Local Body Polls) તારીખો જાહેર થવા સાથે જ આચાર સંહિતા લાગૂ થઈ ગઈ છે. હવે ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ સહિતની અન્ય રાજકીય પાર્ટીઓ પોતાની રણનીતિ ઘડવા લાગી ગઈ છે, ત્યારે આ વખતે ભાજપ (Gujarat BJP), કોંગ્રેસ (Gujarat Congress) ઉપરાંત આપ, AIMIM, BTP અને હવે NCP પણ મેદાનમાં આવી ગઈ છે.

NCPએ (Gujarat NCP) આજે જાહેરાત કરી છે કે, તે સમગ્ર રાજ્યમાં તમામ પાલિકા, મહાનગર પાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની (Gujarat Local Body Polls) ચૂંટણી લડશે. આટલું જ નહીં, NCPએ (Gujarat NCP) સુરત મનપાની ચૂંટણી માટે 20 ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધા છે. જ્યારે અન્ય તમામ બેઠકો પર ઉમેદવારોના નામો ટૂંક સમયમાં જાહેર કરવાનું જણાવ્યું છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં મોટી ચૂક, CM ઉદ્ધવ ઠાકરેની સાઈન કરેલી ફાઈલ સાથે છેડછાડ

NCPના ગુજરાત (Gujarat NCP) અધ્યક્ષ જયંત બોસ્કીએ ભાજપ સરકારને (BJP Government) આડેહાથ લેતા જણાવ્યું કે, ભાજપના શાસનમાં તાનાશાહી વધી ગઈ છે. રાજકોટમાં હોસ્પિટલ સામે વિરોધ કરવા મામલે NCPના કાર્યકર્તાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ખોટી રીતે ગોંધી રાખવામાં આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9