Gujarat Exclusive > રાજનીતિ > દેશમાં હિટલરશાહી, ઈન્દિરા ગાંધીએ લોકતંત્રની કરી હત્યા: NCP નેતા

દેશમાં હિટલરશાહી, ઈન્દિરા ગાંધીએ લોકતંત્રની કરી હત્યા: NCP નેતા

0
1001

મુંબઈ: શિવસેના નેતા સંજય રાઉત બાદ હવે નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP)નેતા જિતેન્દ્ર આવ્હાડે પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિશે એવી વાત કહી છે, જેનાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાશે. જિતેન્દ્ર આવ્હાડે મોદી સરકાર પર હુમલો કર્યો, પરંતુ આ માટે તેમણે જે વાત કહી, તે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારની મુશ્કેલી વધારી શકે છે. જિતેન્દ્ર આવ્હાડે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ઈન્દિરા ગાંધીએ પણ લોકતંત્રની હત્યા કરી હતી. તે સમયે કોઈ તેમની વિરૂદ્ધ અવાજ ઉઠાવતા નહતા. તે સમયે અમદાવાદ અને પટનામાં વિદ્યાર્થીઓ ઈન્દિરા વિરૂદ્ધ બાંયો ચઢાવી અને જેપી આંદોલનથી તેમના પતનની શરૂઆત થઈ. મહારાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં ફરીથી આજ ઈતિહાસનું પુનરાવર્તન થશે.

આ કાર્યક્રમમાં બીજી કોલ પાટિલ, તિસ્તા સેતલવાડ, મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના સભ્ય મૌલાના અબૂ તાલિબ રહમાની, JNU વિદ્યાર્થી દીપશિખા હાજર હતા. તેમણે દેશની વર્તમાન સ્થિતિને હિટલરશાહી સાથે સરખાવી હતી. ઈન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરીને આવ્હાડે જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું એક આંદોલન ઉભુ થશે, જે દેશને વધુ એક સ્વતંત્રતા અપાવશે.

અગાઉ શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે, પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી મુંબઈમાં તે સમયના ડૉન કરીમ લાલાને મળવા આવતી હતી. 1960ના દાયકાથી 1980ના દાયકા સુધી મુંબઈમાં દારૂની હેરાફેરી, જુગાર અને ખંડણી વસૂલીનું રેકેટ ચલાવનારા લાલાનું 2002માં મોત થઈ ગયું છે. આ નિવેદન પર વિવાદ વકરતા સંજય રાઉતે સ્પષ્ટતા કરવી પડી હતી.

સંજય રાઉત બાદ હવે NCP નેતા જિતેન્દ્ર આવ્હાડે કોંગ્રેસ અને ઈન્દિરા ગાંધીને લઈને જે નિવેદન આપ્યું છે. તેનાથી એખ વાત સ્પષ્ટ છે કે, મહારાષ્ટ્રનું રાજકારણ ચોક્કસ ગરમાશે. હવે કોંગ્રેસ સહયોગી પાર્ટીઓ દ્વારા સતત ઈન્દિરા ગાંધી વિશે એલફેલ બોલવાને લઈને ક્યુ વલણ દાખવે છે? તે જોવું રસપ્રદ રહેશે.

CAA વિરૂદ્ધ ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં ડૉ કફીલ ખાનની ધરપકડ