Gujarat Exclusive > રાજનીતિ > ઉદ્ધવ-મોદીની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, શરદ પવારે અપાવી બાલ ઠાકરેની યાદ

ઉદ્ધવ-મોદીની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ, શરદ પવારે અપાવી બાલ ઠાકરેની યાદ

0
58

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હી મુલાકાત બાદ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. આ મુલાકાત બાદ નેશનલ કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારે આશા વ્યક્ત કરી છે કે, મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકાર પોતાનો કાર્યાકાળ પૂરો કરશે.  Maharashtra Politics

પવારે પોતાની સહયોગી પાર્ટી શિવસેનાની પ્રસંશા કરતા કહ્યું કે, તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી અને ગત સપ્તાહે પવારની ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત વચ્ચે એનસીપી અધ્યક્ષનું નિવેદન આવ્યું છે.

NCPના 22માં સ્થાપના દિન સમારોહને સંબોધિત કરતા શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCPના ગઠબંધન વાળી મહાવિકાસ આઘાડી સરકાર આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં સારુ પ્રદર્શન કરશે. તેમણે સંકેત આપ્યો કે, ત્રણેય પાર્ટી 2024માં આવનારી ચૂંટણી ગઠબંધનમાં લડી શકે છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં 544 નવા પોઝિટિવ કેસ, 24 કલાકમાં 1,505 દર્દીઓને રજા અપાઈ Maharashtra Politics

તેમણે કહ્યું કે, આશંકા ઉભી કરવામાં આવી રહી છે કે, રાજ્ય સરકાર કેટલા સમય સુધી ચાલી શકશે? જો કે શિવસેના એવી પાર્ટી છે, જેના પર વિશ્વાસ કરી શકાય તેમ છે. બાલ ઠાકરેએ ઈન્દિરા ગાંધી પ્રત્યે પોતાના વચનનું પાલન કર્યું હતું. સરકાર પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન પણ કરશે.

શરદ પવારે કહ્યું કે, અમે અલગ-અલગ વિચારધારા ધરાવતી પાર્ટીઓની સરકાર બનાવી. અમે ક્યારેય નહતું વિચાર્યું કે, એક દિવસ શિવસેના સાથે સરકાર બનાવીશુ, કારણ કે અમે ક્યારેય સાથે કામ નહતું કર્યું. જો કે આ અનુભવ સારો રહ્યો અને ત્રણેય પાર્ટીઓ કોરોના મહામારી દરમિયાન એકજૂટ થઈને સારુ કામ કરી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat