Gujarat Exclusive > યુથ > મનોરંજન > NCBએ દીપિકા પાદૂકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને મોકલ્યું સમન્સ, ઘરેથી મળ્યું ડ્રગ્સ

NCBએ દીપિકા પાદૂકોણની મેનેજર કરિશ્મા પ્રકાશને મોકલ્યું સમન્સ, ઘરેથી મળ્યું ડ્રગ્સ

0
173
  • દીપિકા પાદૂકોણની મેનેજર કરિશ્મા પ્રકાશના ઘરે NCBના દરોડા, ડ્રગ્સ જપ્ત
  • કરિશ્મા પ્રકાશને NCBએ સમન્સ પાઠવ્યું
  • અગાઉ કરિશ્મા પ્રકાશ અને દીપિકા પાદૂકોણેની ડ્રગ્સ ચેટ થઈ હતી લીક

મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણની (Deepika Padukone) મેનેજર કરિશ્મા પ્રકાશના (Karishma Prakash) ઘરેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. નારકૉટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મંગળવારે કરિશ્મા પ્રકાશના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જે બાદ NCBએ કરિશ્માને સમન્સ પાઠવીને બોલાવી હતી, પરંતુ તે આવી નહતી. હવે કરિશ્માની શોધખોળ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કરિશ્મા પ્રકાશનું (Karishma Prakash) નામ 16/20 કેસમાં ધરપકડ કરવામાં આવેલ એક ડ્રગ્સ પેડલરની પૂછપરછ બાદ સામે આવ્યું હતું. જે બાદ તેના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

કરિશ્મા અને દીપિકા પાદૂકોણની (Deepika Padukone) ડ્રગ્સ સાથે સંકળાયેલી એક ચેટ લીક થઈ હતી. જેના સંદર્ભે અગાઉ બન્નેની પૂછપરછ પણ કરવામાં આવી ચૂકી છે. આજે કરિશ્માના (Karishma Prakash) ઘરની તલાશી દરમિયાન એકથી વધુ પ્રકારના ડ્રગ્સ મળી આવ્યા છે. જો કે તેની માત્રા ઘણી ઓછી છે.

આ અંગે NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, કરિશ્મા પ્રકાશને (Karishma Prakash) કાલ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  બિહાર ચૂંટણી: પ્રથમ તબક્કા માટે મતદાન શરૂ, અન્ય વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર

જણાવી દઈએ કે, બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે તપાસ દરમિયાન ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ અનેક મોટા નામો તપાસ એજન્સીઓની રડાર પર છે.

NCBએ આ મામલે બૉલિવૂડ એક્ટર રકુલપ્રીત સિંહ ઉપરાંત બૉલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદૂકોણ (Deepika Padukone), સારાઅલી ખાન અને શ્રદ્ધા કપૂરની પણ પૂછપરછ કરી ચૂકી છે.

રિયા ચક્રવર્તીની પૂછપરછમાં સારાઅલી ખાન અને રકુલપ્રીત સિંહનું નામ સામે આવ્યું હતું. રિયાની ડ્રગ્સ ખરીદવાના મામલે 9 સપ્ટેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. જો કે પાછળથી તેને જામીન મળી ગયા હતા.

સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની વ્હોટ્સએપ ચેટથી દીપિકા પાદૂકોણ (Deepika Padukone) અને શ્રદ્ધા કપૂરનું નામ સામે આવ્યું છે. રિયા ચક્રવર્તીની વ્હોટ્સએપ ચેટમાં તેના દ્વારા સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાની વાત કહેવામાં આવી રહી છે.