મુંબઇ: કૉમેડિયન ક્વીન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની મુશ્કેલી ફરી એક વખત વધી ગઇ છે. ડ્રગ્સ કેસમાં ભારતી અને હર્ષ પર NCBએ ફરી એક વખત સકંજો કસ્યો છે. NCGએ કપલ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
Advertisement
Advertisement
ભારતી-હર્ષની મુશ્કેલી વધી
મુંબઇ એનસીબીએ કૉમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયા વિરૂદ્ધ કોર્ટમાં 200 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટ ડ્રગ્સ કેસને લઇને ફાઇલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ડ્રગ્સના એક કેસમાં કપલની વર્ષ 2020માં ધરપકડ કરવામાં આવી હતી. તે અત્યારે જામીન પર બહાર છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ 2020ના અંતમાં ડ્રગ્સનું સેવન કરવાના આરોપમાં ભારતી અને હર્ષની ધરપકડ કરી હતી. ભારતી અને હર્ષના ઘર અને ઓફિસમાં રેડ કરવામાં આવી હતી, જેમાં 86.50 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.
Advertisement