Gujarat Exclusive > દેશ-વિદેશ > બીજાપુર એન્કાઉન્ટર: નક્સલીઓનો દાવો- ગુમ જવાન અમારી પાસે, મધ્યસ્થી કરવાની રાખી શરત

બીજાપુર એન્કાઉન્ટર: નક્સલીઓનો દાવો- ગુમ જવાન અમારી પાસે, મધ્યસ્થી કરવાની રાખી શરત

0
138

છત્તીસગઢના બીજાપુરમાં પાછલા શનિવારે થયેલા નક્સલી હુમલાને લઈને નક્સલવાદીઓએ નિવેદન આપ્યું છે. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) તરફથી પ્રેસ નોટ રજૂ કરીને હુમલાની જવાબદારી લીધી છે. નિવેદનમાં તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, ગુમ સીઆરપીએફ જવાન તેમના કબ્જામાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો સરકાર આર્બિટ્રેટર(મધ્યસ્થી)ની ઘોષણા કરશે તો તેઓ જવાનોને તેમના હવાલે કરશે.

પ્રેસનોટમાં ચાર નક્સલવાદીઓના મોત થયા હોવાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. સાથે જ શહીદ જવાનોના પરિવાર પ્રત્યે નક્સલવાદીઓઓએ દુ:ખ વ્યક્ત કર્યો હતો. નક્સલવાદીઓએ આ હુમલામાં 14 હથિયાર અને બે હજારથી વધારે કારતૂસની લૂંટ પણ કરી છે. નક્સલવાદીઓની દંણ્ડકારણ્ય સ્પેશ્યલ જોનલ કમેટીના પ્રવક્તા વિકલ્પ તરફથી આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે. નક્સલીઓએ લૂટેલા હથિયારોની તસવીર પણ જાહેર કરવામાં આવી છે.

ટોચના સુરક્ષાદળોના સુત્રો અનુસાર નક્સલવાદીઓ તરફથી રજૂ કરવામાં આવેલો નિવેદન સત્ય હોવાની પુષ્ટિ થઈ ગઈ છે. નક્સલવાદીઓ તરફથી મધ્યસ્થ નિયુક્ત કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે. જેના પર ટૂંક જ સમયમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે. નક્સલવાદીઓના કબ્જામાં કેદ 35 વર્ષિય જવાન રાકેશ્વર સિંહ મનહાસ જમ્મુના રહેવાસી છે. તેમની પત્ની મીનૂ મનહાસે સરકારને તેમને છોડાવવાની અપીલ કરી છે. એક તરફ સુરક્ષા કર્મચારીઓ નક્સલીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવાના મૂડમાં છે, તો બીજી તરફ નક્સલીઓ દ્વારા ગુમ જવાનને સુરક્ષિત પરત આપવાની વાત કરતા સ્થિતિ જટિલ બની ગઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat