મુંબઇ: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે નવા આરોપ લગાવતા એનસીબી અધિકારી સમીર વાનખેડે પર ફરી એક વખત નિશાન સાધ્યુ છે. નવાબ મલિકે ક્રૂઝ પર જે દાઢીવાળા વ્યક્તિ હોવા અને તેની પર કાર્યવાહી ના કરવાનો દાવો કર્યો હતો, આજ તેનું નામ જાહેર કર્યુ છે.
મલિકે દાવો કર્યો કે દાઢીવાળા વ્યક્તિ કાશિફ ખાન છે. તે ફેશન ટીવીનો હેડ છે, જે મોટા પાયા પર સેક્સ રેકેટ ચલાવવાનું કામ કરે છ, તે દિવસે આયોજનમાં એક આયોજન કાશિફ ખાન તરફથી પણ કરવામાં આવ્યુ હતુ.
સમીર વાનખેડે સાથે કાશિફના સારા સબંધ
એનસીપી નેતા મલિકે સમીર વાનખેડેને સવાલ પૂછ્યો હતો કે આ દાઢીવાળા કોણ છે? તેની ધરપકડ કેમ ના થઇ? હવે તેમણે આરોપ લગાવ્યો કે આ દાઢીળાનો ડ્રગ્સનો ધંધો કરે છે. સેક્સ રેકેટ ચલાવે છે. સમીર વાનખેડે સાથે તેના સારા સબંધ છે. શું તેની ધરપકડથી રાજ ખુલવાના છે. કેટલાક કેસ સામે આવતા જઇ રહ્યા છે.
વાનખેડેને લાગી રહ્યો છે ડર
નવાબ મલિકે કહ્યુ કે વાનખેડેના પરિવાર તરફથી મને ધમકી આપવામાં આવી કે કોર્ટ કેસ કરશે. હવે કહેવામાં આવી રહ્યુ છે કે નવાબ મલિક કોર્ટમાં જશે. કોર્ટમાં તો વાનખેડે સાહેબ ગયા છે. મલિકે કહ્યુ કે શું વિચારે છે આ અધિકારી..દેશના નાગરિકોના અધિકાર છીનવી લેશે. આઝાદ ભારતમાં કોઇને બોલવાથી રોકી નથી શકાતો. સમીર વાનખેડેજીને ડર લાગી રહ્યો છે. તેમના પરિવારજનોએ સીએમને પત્ર લખ્યો છે- અમે મરાઠી છીએ મદદ કરો. નવાબ મલિક પણ આ રાજ્યનો એક નાગરિક છે તો શું નવાબ મલિક મરાઠી નથી.
ભાજપ પર સાધ્યુ નિશાન
ભાજપ પર નિશાન સાધતા મલિકે કહ્યુ કે કાલે ભાજપ તેમના તરફથી ઉભી હતી. પોપટ પિંજરામાં કેદ થવાનો છે. ભાજપના લોકો ગભરાવવા લાગ્યા છે. ડ્રગ્સ કેસને લઇને તેમણે કહ્યુ કે આ કેસ રિયા ચક્રવર્તીથી શરૂ થયો અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોની પરેડ લગાવવામાં આવી. ભાજપ તરફથી ષડયંત્ર થઇ રહ્યુ છે. મહારાષ્ટ્ર સરકારને બદનામ કરવા માંગે છે.
આ પણ વાંચો: ડ્રગ્સ કેસ: આર્યન ખાન ક્યાર સુધી આવશે જેલની બહાર, કેવી હોય છે પ્રોસેસ?
કાશિફની ધરપકડ બાદ બધુ ક્લીયર થઇ જશે
કાશિફ ખાન કોણ છે તેની જાણકારી કેમ વાનખેડે સાહેબે ના કાઢી. કેટલાક લોકોની તસવીર બતાવીને કહ્યુ કે આ લોકોને રોકો. સમાચાર ફેલાવવામાં આવ્યા કે મેગા સ્ટારનો પુત્ર ડિટેન કરવામાં આવ્યો છે. 1300 લોકોએ સર્ચ કરવાનું કામ ના કર્યુ. કેટલાક જૂઠ બોલવામાં આવ્યા. કાશિફની ધરપકડ બાદ બધુ ક્લીયર થઇ જશે. એક કમિટી બનાવી છે, જે તપાસ કરી રહી છે. છેલ્લા સાડા 9 મહિનામાં જે જાણકારી મે ભેગી કરી છે તે ખુદ કરી છે. કોઇ એજન્સીની મદદ નથી લીધી. ફ્લેચર પટેલ ફ્રૉડ છે. ફ્લેચર પટેલનો સબંધ વાનખેડે સાથે 11-12 વર્ષ જૂનો છે. ફ્લેચર પટેલ સાથે આદિલ ઉસ્માની નામનો માણસ છે, જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે. આદિલ ઉસ્માની કેટલાક કેસનો વિટનેસ છે.