Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નવસારીની 28 વર્ષીય નર્સે કેમ આપઘાત કર્યો? સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારું કારણ

નવસારીની 28 વર્ષીય નર્સે કેમ આપઘાત કર્યો? સ્યુસાઇડ નોટમાં ચોંકાવનારું કારણ

0
288
  • વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય નર્સે ઘરે જ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
  • સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કર્યાનો ઉલ્લેખ
  • સ્યુસાઇડ નોટમાં સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર નહીં રાખવા લખ્યું હતું

વિજલપોર : નવસારી જિલ્લાના વિજલપોર શહેરમાં એક 28 વર્ષીય નર્સે આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. આ યુવતીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તેણીએ લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટ પણ પોલીસને હાથે લાગી છે. આ સ્યુસાઇડ નોટમાં સિવિલની જ હેડ નર્સ દ્વારા સિનિયર સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરાતી હોવાનો તથા અંતિમવિધિમાં પોતાના સાસરિયાઓને હાજર નહીં રાખવાનો ઉલ્લેખ કરતી સ્યુસાઈટ નોટ પોલીસે કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વિજલપોરમાં જલારામ સોસાયટીમાં રહેતી અને નવસારી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી 28 વર્ષીય મેઘાએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. મેઘાએ ડિપ્રેશનમાં આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો પરિવારનો આક્ષેપ છે. મેઘાએ આત્મહત્યા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી, જે પોલીસે કબ્જે કરી છે. જેમાં મેટર્ન તારા ગામીત અને વનીતા પટેલ દ્વારા તેણીને ભારે ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના 1136 નવા કેસ, 24 કલાકમાં વધુ 7ના મોત

navsari nurse suicide

કારણ કે સ્ટાફ નર્સ વધુ ઉંમરના સિનિયર જોડે શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતી હોવાની વાત તેમજ આ બાબતોના કારણે કંટાળી જઈને આત્મહત્યા કરી રહી હોવાની વાત સ્પષ્ટ શબ્દોમાં પોતાની સ્યુસાઈડ નોટમાં ટાંકી હતી. આ ઉપરાંત મારા સાસરિયાઓને પણ અંતિમવિધિમાં હાજર રાખશો નહીં તેવું પણ જણાવ્યું હતું. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ લઈને ગુનો દાખલ કરવામાં આવશે (navsari nurse suicide)

નર્સ યુવતી મેઘાની આત્મહત્યામાં અમે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ઘરી છે. અમને સ્થળ પરથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં બે વ્યક્તિઓ વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ અંગે હોસ્પિટલના સ્ટાફ તથા અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરીશું. અમે એફએસએલની પણ મદદ લીધી છે. આ મામલે ફરિયાદ નોંધી યોગ્ય કાર્યવાહી કરીશું. – એસ.જી.રાણા (DYSP, નવસારી)

આ પણ વાંચો: ગુજરાત પેટાચૂંટણી: આજે કેન્દ્રીય મંત્રીઓની જાહેરસભા, સ્મૃતિ ઈરાની અને રૂપાલા કરશે પ્રચાર