Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નવસારી નર્સના અપમૃત્યુ કેસમાં સર્જનની અને સાસરિયાની સતામણી જવાબદાર

નવસારી નર્સના અપમૃત્યુ કેસમાં સર્જનની અને સાસરિયાની સતામણી જવાબદાર

0
147
  • હોસ્પિટલના સર્જન અને બે સ્ટાફ નર્સ સામે પણ ફરિયાદ Navsari nurse death case
  • મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતી સામે પણ નોંધાઈ પોલીસ ફરિયાદ Navsari nurse death caseNavsari nurse death case

નવસારીઃ નવસારી જેવા નાના શહેરમાં નર્સના મેઘા આચાર્યના અપમૃત્યુએ (navsari-nurse-death-case)ચકચાર મચાવી મૂકી હતી. નવસારી હોસ્પિટલમાં ચાર વર્ષથી સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી મેઘા આચાર્યએ ઘરે ફાંસો લગાવી આત્મહત્યા કરતા વીજલપોર પોલીસે પહેલા તો અકસ્માત મોત નોંધ્યુ હતુ. પરંતુ પછી તપાસ બાદ શુક્રવારે મોડી સાંજે આ કેસમાં આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવી હોવાનો ગુનો દાખલ થયો હતો. આ ઉપરાંત મેઘાની સતામણી કરનારા તેના પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતી સામે પણ પોલીસે ફરિયાદ નોંધી હતી.

મેઘા આચાર્યએ લીધેલા પગલાના લીધે નવસારી આરોગ્ય વિભાગ અને તબીબી (navsari-nurse-death-case)વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં હડકંપ મચી ગયો હતો. મેઘાએ આત્મહત્યા કરતા પહેલા લખેલી સ્યુસાઇડ નોટ પોલીસે કબ્જે કરી હતી. મેઘાએ આ નોટમાં હેડ નર્સ, વેટરન અને સિનિયરો દ્વારા વારંવાર અપમાનિત કરી જાહેરમાં હડધૂત કરવામાં આવતા હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ જ કારણે તે આત્મહત્યા કરી રહી હોવાનું સ્પષ્ટ લખ્યું હતું.

આ પણ વાંચોઃ લગ્ન મરણનાં પ્રસગમાં 100 નહીં બલ્કે 200 વ્યક્તિઓની છૂટ આપો : GCCI

સ્ટાફ નર્સ થાઇરોઇડની બીમારીથી પીડાતી હોઈ તેણે ડોક્ટરને બતાવવા માટે જવાનું હતું. તેના માટે તેણે રજા માંગી હતી. પરંતુ તેને રજા ન આપી સિનિયરો દ્વારા અપમાનિત કરવામાં આવી હોવાનો આરોપ પણ મૃતકના પરિવારજનોએ કર્યો છે. તપાસમાં જોતરાયેલી વીજલપોલ પોલીસે નર્સ મેઘાને લગતા કેટલાક મહત્ત્વના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે.

મેઘાની નોકરીના ચાર વર્ષના સમયગાળા દરમિયાન તેણે મોટાભાગનો (navsari-nurse-death-case)સમય સિવિલ હોસ્પિટલના આઇ વિભાગ ઓપરેશન થિયેટરમાં પસાર કર્યો હતો. કોરોનાનો પ્રારંભ થતાં કોવિડ-19માં મેઘાને નર્સ તરીકેની ફરજ સોંપાી હતી. તે આ ફરજ બજાવતા કોરોનાનો ભોગ બની હતી. તેના પછી સ્વસ્થ થતા તેને ફરીથી કોવિડ વિભાગમાં જ ફરજ બજાવવા મજબૂર કરાયાનો આરોપ પણ તેના કુટુંબીજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ BREAKING: કોંગ્રેસે ફક્ત ગરીબી હટાવોના સૂત્ર જ આપ્યાઃ પાટિલ

દરમિયાન મોડી નર્સ મેઘા આચાર્યની માતા અને તેના કુટુંબીજનો (navsari-nurse-death-case)વીજલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. વ્હાલસોયી દીકરીની અણદારી વિદાયનો આઘાત સહન ન કરી શકનાર તેના માતા મીનાક્ષીબેન મેરાઈ પોલીસ મથક પહોંચતા પહેલા રસ્તામાં બેભાન થઈ ગયા હતા. ટૂંકી સારવાર બાદ સ્વસ્થ થયા પછી તેમણે પોલીસ મથકે પહોંચીને પોતાની દીકરીને આત્મહત્યા કરવા ફરજ પાડનારા સિવિલ સર્જન ડો. અવિનાશ દુબે, મેટર્ન તારા ગામીત, ઓ.ટી. ઇન્ચાર્જ વનિતા પટેલ, મૃતક મેઘાના પતિ અંકિત ખંભાતી અને સાસુ જયશ્રી ખંભાતી સામે ફરિયાદ નોંધાવી હતી. તેના પગલે પોલીસે ભારતીય દંડસંહિતાની કલમ 304-ખ, 306, 354-એ, 498-કે, 409 અને જાતીય સતામણી અધિનિયમ કલમ ત્રણ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.