Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત: વિદ્યાર્થીઓનું નવરાત્રી વેકેશન રદ્દ

ગુજરાત: વિદ્યાર્થીઓનું નવરાત્રી વેકેશન રદ્દ

0
386

રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી ચાલી રહેલા નવરાત્રી વેકેશનના વિવાદને લઈને હવે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં શાળા સંચાલકોની દલીલ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, આગામી સત્રમાં નવરાત્રી વેકેશન નહી મળે. આ ઉપરાંત બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે અને 246 શૈક્ષણિક દિવસો રહેશે અને આખા વર્ષમાં 80 રજાઓ આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટની બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં પ્રથમ નિર્ણય વેકેશન સંદર્ભે કરવામાં આવ્યો છે.

જેમાં પ્રથમ સત્રની વાત કરીએ તો, તેમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. તમને જણાવી દઇએ કે, દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ નવરાત્રીના વેકેશનને રાજ્ય સરકાર યથાવત રાખ્યું હતું. અગાઉ રાજ્યમાં નવરાત્રી દરમિયાન 8 દિવસનું વેકેશન આપવાની સરકારે જાહેરાત કરી હતી.