Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Navratri- elections: સરકારની બેવડી નીતિ; ગરબા રમવા પર પાબંદી, ચૂંટણી રેલીઓ કરવાની છૂટ

Navratri- elections: સરકારની બેવડી નીતિ; ગરબા રમવા પર પાબંદી, ચૂંટણી રેલીઓ કરવાની છૂટ

0
280
 • રાવણદહન, રામલીલા બધુ જ બંધ પરંતુ ચૂંટણી યોજાશે
 • નૂતન વર્ષાભિનંદનના સ્નેહમિલન સમારંભો પણ  નહી
 • મત મેળવવા રેલીમાં ગમે તેટલા લોકોને ભેગા કરવા મંજૂરી

અમદાવાદઃ નવરાત્રિ અને ચૂંટણી (Navratri -elections)  માટે બેવડી નીતિના કારણે લોકોમાં સ્વાર્થ અને શ્રદ્ધાની વાતો ચર્ચાવા લાગી છે. હિન્દુવાદી ભાજપ સરકારે નવરાત્રિના ગરબા રમવા પર પ્રતિબંધ મૂકી કરોડો ભક્તોની લાગણી પર વજ્રઘાત કરી દીધો.

નવાઇની વાત એ છે સરકારને તહેવારોની ઉજવણી કરવા દેવામાં કોરોના વિકરવાનો ભય સતાવે છે. પણ ચૂંટણી (Navratri – elections) રેલીઓ યોજવા દેવા સામે કોઇ વાંધો નથી. તેનાથી કોરોના નહીં ફેલાય એવું કદાચ સરકાર માની રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગુરુવારે તાત્કાલિક અસરથી ચૂંટણી રેલી માટે નવી ગાઇડલાઇન જારી કરી હતી. જેમાં રેલીઓમાં 100થી વધુ લોકોને એકત્રિત કરવા સામેનો પ્રતિબંધ ઊઠાવી લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રની ગાઇડલાઇન બાદ મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે કોરોનાને પગલે ચૂંટણી સભાઓ માટે 100 લોકોની નક્કી કરાયેલી મર્યાદા હવે હટાવી દેવાઇ છે.

આ પણ વાંચોઃ નવરાત્રિમાં યાત્રાધામ અંબાજી મંદિરને લઇ મહત્વના સમાચાર, સમયમાં ફેરફાર

પરંતુ તેના માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝરની ધ્યાન રાખવાના નિયમો ફરજિયાત કરાયા છે.

Election rally

Election rally

જે ગાઇડ લાઇન તહેવારો સહિત અન્ય સભાઓ માટે છે. એટલે કે 200થી વધુ લોકો એકત્ર ન થવા જોઇએ. તે સરકારે ચૂંટણી મામલે બંધ રુમની સભા અંગે નિર્ધારિત કરી છે.

ગુજરાત સહિત 11 રાજ્યમાં પેટા ચૂંટણી, શું છે નવી ગાઇડલાઇન? Navratri & elections

બિહારમાં વિધાનસભા ચૂંટણી( Navratri – elections)યોજાવવાની છએ. જ્યારે ગુજરાતની 8 સહિત 11 રાજ્યોની 56 બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. જેના માટે ચૂંટણી પંચે ગાઇડલાઇન બહાર પાડી હતી. તેમાં કેન્દ્રીય ગૃહમંત્રાયે ગુરુવારની રાત્રે ફેરફાર કરી નવેસરથી જાહેર કરી છે. જે આ મુજબ છે.

 • 1. જાહેર સ્થળોએ 100થી વધુ સંખ્યામાં લોકોને રેલી માટે બોલાવી શકાશે.
 • 2. 6 ફૂટના માર્કિંગ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક, સેન્ટિટાઇઝેશનનું પાલન જરુરી રહેશે.
 • 3. બંધ રુમમાં 50 ટકાની ક્ષમતા સાથે સભાને મંજૂરી, પણ 200થી વધુ લોકો એકત્રિત થવા ન જોઇએ.
 • 4.રેલી કે સભાઓની વીડિયોગ્રાફી કરી, રેકોર્ડિંગ 48 કલાકની અંદર જિલ્લા તંત્રને પહોંચાડવાનું રહેશે.

આ પણ વાંચોઃ BREAKING : નવરાત્રિને લઇ મોટી જાહેરાત : રાજ્યમાં નહીં શેરી ગરબા કે નહીં જાહેર ગરબા

પરંતુ સવાલ એ થાય છે કે સરકારે સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત નિયમોનું પાલન ફરજિયાત બનાવ્યું હોવા છતાં હમણા ગુજરાતમાં ભાજપ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓની સભાઓમાં જે રીતે નિયમોના ધજાગ્રા ઊડતા જોવા મળ્યા હતા. તેનું શું ચૂંટણી સભાઓ માં પૂનરાવર્તન નહીં થાય?

બીજી બાજુ માતાની મૂર્તિને અડી પણ નહી શકાય Navratri – elections 

નવરાત્રિમાં  માતાના ભક્તો પર કેવા પ્રતિબંધો?

 • – નવરાત્રિ દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાનું જાહેર આયોજન કરી શકાશે નહીં
 • – ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે
 • – ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય
 • – સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક
 • – મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવાં સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે
 • – 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત નહીં થઈ શકે
 • – છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે
 • – સમગ્ર સમારંભ દરમિયાન ફેસને યોગ્ય રીતે ઢાંકી રાખવો
 • – હેન્ડવોશ, સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે
 • – સમારંભ દરમ્યાન થૂંકવા તેમજ પાન-મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે 
 • – 65થી વધુ વયના નાગરિકો, 10 વર્ષથી નીચેનાં બાળકો, સગર્ભા, અન્ય બીમાર વ્યક્તિઓ પર પ્રતિબંધ
 • – લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે
 • – મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે
 • – આ સૂચનાઓનાં ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે

રાજ્ય સરકારે ફક્ત માતાજીની પૂજા જ કરી શકાશે તેમ કહ્યુ છે. આ સિવાય દર્શનાર્થી માતાજીની પ્રતિમાને સ્પર્શી નહી શકાય, શેરી ગરબાનું આયોજન કરવા દેવાનો પણ ઇનકાર કરી દીધો છે. આમ પોતાને હિંદુવાદી કહેવડાવતી સરકાર તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકી રહી છે.

આ પણ વાંચોઃ BREAKING : ગુજરાતની 8 બેઠકોની પેટાચૂંટણી : આચારસંહિતા લાગુ, 18,74,951 મતદારો ભાવિ નક્કી કરશે

ચૂંટણી રેલીઓથી કોરોના નહીં, ગરબાથી મહામારીનો ભય? Navratri – elections

બીજી બાજુએ આ જ સરકાર નવરાત્રિ (Navratri & elections)ના અઠવાડિયા પછી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી યોજવાની છે અને આ ચૂંટણી માટે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે. કોરોનાને લઇને સરકારના આ વિરોધાભાસી વલણનું કારણ શું. શું લોકો પૂજા કરતા ભેગા થશે તો કોરોના થશે અને ચૂંટણીના મતદાન વખતે ભેગા થશે તો તેમને કોરોના નહીં થાય.

સરકારને પોતાનો સ્વાર્થ હોય ત્યારે તે સમયે ચૂંટણી યોજે, પરંતુ તેનો જો સ્વાર્થ ન હોય તો નવરાત્રિ જેવા ગરબા મહોત્સવનું આયોજન ન થાય. ધાર્મિક બાબતોની વાત આવે ત્યારે સરકારને કોરોના યાદ આવે છે, પરંતુ ચૂંટણી આવે ત્યારે બધી ગાઇડલાઇન વિસારે પાડી દેવામાં આવે છે. આનાથી કોરોના પર શું અસર પડશે.

સરકારે લોકો પર ઉપકાર કરતાં હોય તે રીતે સોસાયટીઓમાં મૂર્તિની સ્થાપનાને છૂટ આપી છે, પરંતુ તેને સ્પર્શી નહીં શકાય. પ્રસાદ પણ વહેંચવા પર પ્રતિબંધ રહેશે. આ સિવાય પૂજા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.

કોરોનાને રોકાવા તહેવારો પર પાબંદીનો સરકારી દાવો

રાજ્ય સરકારે મેળાઓ, ઉજવણીઓ, રાવણદહન, શોભાયાત્રા અને રામલીલા જેવી બાબતોનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્ય સરકારનો આ પ્રતિબંધ ફક્ત નવરાત્રિ પૂરતો જ સીમિત નથી, નવા વર્ષની ઉજવણી પણ નહી કરી શકાય. તેની સાથે સ્નેહમિલન જેવા નૂતન વર્ષાભિનંદનના સમારંભોનું આયોજન નહીં કરી શકાય. સરકારે આ બધુ પાછુ કોરોનાને રોકવા માટે કર્યુ હોવાનો દાવો કરે છે.

પણ જ્યારે ચૂંટણી (Navratri – elections)ની વાત આવે છે ત્યારે સરકારને વોટ સિવાય કશું દેખાતું નથી. વિધાનસભાની આઠ બેઠકોની વર્તમાન પેટાચૂંટણી હાલમાં યોજવી જરૂરી હતી. આટલો સમય પાછી ઠેલાઈ તો તેને થોડો વધુ સમય પાછી ઠેલવી દેવાઈ હોત તો આભ તૂટી પડવાનું નહતું.

આ પણ વાંચોઃ બેદરકાર ગુજરાતીઓ! આ માસ્કના દંડથી સરકારની તિજોરી છલકાઈ

આ પ્રકારના વાતાવરણમાં પણ બંને રાજકીય પક્ષોએ ચૂંટણીના આયોજનને વધાવ્યુ તેના પરથી તેમની સત્તાભૂખનો ખ્યાલ આવે છે.