Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના કાળમાં ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં, નીતિન પટેલનું મોટું નિવેદન

કોરોના કાળમાં ગુજરાતમાં નવરાત્રિ થશે કે નહીં, નીતિન પટેલનું મોટું નિવેદન

0
234
  • નવરાત્રિનાં આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર : નીતિન પટેલ
  • રાજ્યમાં મોટા ગરબાના આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા નથી દેખાતી : નીતિન પટેલ
  • કેન્દ્રની છૂટછાટના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે : નીતિન પટેલ

ગાંધીનગર : હવે આગામી ટૂંક સમયમાં જ નવરાત્રિ આવવા જઇ રહી છે. ત્યારે ડે.સીએમ નીતિન પટેલે મોટું નિવેદન આપતા જણાવ્યું કે, “કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. આ વર્ષે નવરાત્રિનાં (navratri celebration in gujarat) આયોજન અંગે સરકારનું સ્ટેન્ડ ખૂબ ક્લિયર છે. રાજ્યમાં મોટા ગરબાના આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમાં નથી દેખાતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ અગાઉ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના રાજ્ય સરકારના વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને મોકૂફ રાખવામાં આવશે.”

નવરાત્રિ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “ગ્રામીણ કક્ષાએ કે શહેરોમાં શેરી ગરબા સંદર્ભે કેવી રીતે પરવાનગી આપીને મંજૂરી આપવી તે મુદ્દે હાલમાં કોઈ નિર્ણય નથી કર્યો. ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા મને જણાતી નથી.” મહત્વનું છે કે કોરોના કાળમાં નવરાત્રિ (navratri celebration in gujarat) ને લઈને ખૈલેયાઓ કોગડોળે રાહ જોઈ રહ્યાં છે. ત્યારે નીતિન પટેલનું આ નિવેદન ખેલૈયાઓ માટે એક પ્રકારના માઠા સમાચાર કહી શકાય.

આ પણ વાંચો: સ્કૂલ ફી મામલોઃ સરકાર સ્કૂલ સંચાલકો સાથે, વાલીઓને 25%નું લોલીપોપ

તેઓએ વધુમાં એમ જણાવ્યું કે, “ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખીને ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ સરકાર તરફથી કોઈ નિર્ણય નથી લેવાયો. કેન્દ્રની છૂટછાટના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. મુખ્યમંત્રીએ પણ અગાઉ રાજય સરકારનો નવરાત્રિ (navratri celebration in gujarat) મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણાં ગરબા આયોજકોએ પણ એવી જાહેરાત કરી દીધી છે કે, તેઓ ગરબા આયોજન નહીં કરે. ડૉક્ટરોએ પણ સરકારને સૂચનો કર્યાં છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા અંગે જણાવાયું છે. આ સંજોગોમાં ગરબાનું આયોજન શક્ય નથી.”

નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, “આજે ભારત સરકાર દ્વારા અનલૉક-5ની નવી ગાઇડલાઇન જાહેર કરાશે. તો ગુજરાત સરકાર પણ ભારત સરકારની ગાઇડલાઇનને અનુસરીને તેમાં કેટલીક છૂટછાટ આપવી જોઈએ કે નહીં તે અંગે નિર્ણય (navratri celebration in gujarat) કરશે.” આ ઉપરાંત નીતિન પટેલે રાજ્યમાં કોરોના અંગેની સ્થિતિ વિશે પણ જણાવ્યું હતું કે, કોરોના સારવાર માટે ઓક્સિજન જરુરી છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પીટલમાં ઓક્સિજનની વ્યવસ્થા સંતોષકારક છે. કોઈ શોર્ટેજની ફરિયાદ નથી આવી. ચાર કંપનીઓ અત્યારે ઓક્સિજન ઉત્પાદન કરી 50% સરકારને આપે છે.”

આ પણ વાંચો: BREAKING : અમદાવાદ ગ્રામ્યના ASP સહિત 7 DYSPની ગૃહ વિભાગે બદલી કરી