Gujarat Exclusive > રાજનીતિ > અમૃતસરમાં સિદ્ધૂનું શક્તિ પ્રદર્શન, મંત્રીઓ-ધારાસભ્યો સાથે સ્વર્ણ મંદિર પહોચ્યા

અમૃતસરમાં સિદ્ધૂનું શક્તિ પ્રદર્શન, મંત્રીઓ-ધારાસભ્યો સાથે સ્વર્ણ મંદિર પહોચ્યા

0
47

અમૃતસર: પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીની અંદર આંતરિક વિવાદ ખતમ થયો નથી. પંજાબ કોંગ્રેસના નવા અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ સમર્થકોને મળી રહ્યા છે. આ યાદીમાં નવજોત સિંહ સિદ્ધૂ અમૃતસર પહોચ્યા હતા અને સ્વર્ણ મંદિરમાં માથુ ટેક્યુ હતું.

પંજાબમાં કોંગ્રેસનો ઝઘડો ખતમ થયો નથી. સુત્રો અનુસાર, નવજોત સિહ સિદ્ધૂ કોઇ પણ સ્થિતિમાં કેપ્ટન અમરિંદર સિંહ સાથે સાર્વજનિક રીતે માફી નહી માંગે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહ ઇચ્છે છે કે સિદ્ધૂ તેમની સાર્વજનિક રીતે માફી માંગે.

અમૃતસરમાં સિદ્ધૂના ઘરે ધારાસભ્યો ભેગા થઇ રહ્યા છે. નવજોત સિંહ સિદ્ધૂનો દાવો છે કે તેમની સાથે 62 ધારાસભ્ય હાજર છે. મહત્વપૂર્ણ છે કે પંજાબમાં કોંગ્રેસના કુલ ધારાસભ્યોની સંખ્યા 80 છે. સિદ્ધૂએ ધારાસભ્યો સાથે સ્વર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યા સિદ્ધૂનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.

નવજોત સિંહ સિદ્ધૂને હજુ સુધી કેપ્ટન અમરિંદર સિંહે શુભેચ્છા પાઠવી નથી. કેપ્ટન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે નવજોત સિંહ સિદ્ધૂ તેમની સાર્વજનિક માફી નહી માંગે, તે મુલાકાત નહી કરે. ગત કેટલાક સમયમાં સિદ્ધૂ દ્વારા રાજ્ય સરકાર વિરૂદ્ધ કરવામાં આવેલા ટ્વીટથી છબી ખરાબ થવાને કારણે કેપ્ટન અમરિંદર નારાજ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat