Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BREAKING : નવરાત્રિને લઇ મોટી જાહેરાત : રાજ્યમાં નહીં શેરી ગરબા કે નહીં જાહેર ગરબા

BREAKING : નવરાત્રિને લઇ મોટી જાહેરાત : રાજ્યમાં નહીં શેરી ગરબા કે નહીં જાહેર ગરબા

0
721
  • નવરાત્રિ, દિવાળી અને દશેરા સહિતના તહેવારોને લઇને ગાઇડલાઇન જાહેર Navratri breaking 
  • રાજ્યમાં જાહેર ગરબા કે શેરી ગરબા નહીં યોજી શકાય : નીતિન પટેલ
  • માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી કરી શકાશે

અમદાવાદ : તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિ , દિવાળીથી લઇને દશેરા સુધીના તહેવારો અંગેની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ત્યારે આ ગાઈડલાઈનમાં શેરી ગરબા યોજવા કે નહીં તે અંગે કોઈ જ સ્પષ્ટતા કરવામાં ન હોતી આવી. પરંતુ આખરે ગાઈડલાઈન જાહેર કર્યાંની થોડી જ વારમાં ડે.સીએમ નીતિન પટેલે આ અંગે સ્પષ્ટતા કરી છે. જે મુજબ, સરકારે શેરી ગરબાને પણ પરવાનગી નથી આપી.

શેરી ગરબા નહીં યોજી શકાય  (Navaratri breaking)

નવરાત્રિના ગરબા અંગેના આયોજન સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, “રાજ્યમાં જાહેર ગરબા કે શેરી ગરબા સહિત કોઈ પણ પ્રકારનાં ગરબા યોજી શકાશે નહીં. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી કરી શકાશે. પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. એ માટે સ્થાનિક વહીવટી તંત્રની મંજુરી લેવી આવશ્યક રહેશે. 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય માત્ર એક કલાકનો જ રહેશે.”

મેડિકલ એસોસિયેશનની પણ સ્પષ્ટ ના હતીNavratri breaking 

રાજ્યમાં નવરાત્રિ આવવા જઇ રહી છે ત્યારે તહેવારોને લઇને ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. ઉપરાંત ગાઇડલાઇન બાદ તુરંત નીતિન પટેલે શેરી ગરબા પણ નહીં યોજાય તે અંગેની સ્પષ્ટતા કરતા ખેલૈયાઓની આશા પર પાણી ફરી વળ્યું છે. જો કે અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયને આવકાર્યો છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન સતત વિનંતી કરી રહ્યું હતું કે, આ વર્ષે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકાર જો ગરબાની પરવાનગી ના આપે તો બધા માટે હિતાવહ રહેશે. નહીં તો પરીસ્થિતિ વધુ કથળશે અને કોરોના સંક્રમણ જો વધશે તો દર્દીઓની સારવાર કરવામાં પણ મુશ્કેલી સર્જાઇ શકે છે.

આ ઉપરાંત ગાઇડલાઇનમાં કઇ-કઇ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો તે નીચે મુજબ છે…

– નવરાત્રિ  દરમિયાન રાજ્યમાં કોઈ પણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહીં navaratri breaking

– ખુલ્લી જગ્યાએ ગરબી/ મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરી શકાશે

– ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ નહીં કરી શકાય કે પ્રસાદ વિતરણ નહીં કરી શકાય

– સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી લેવી આવશ્યક

– મેળા, રેલી, પ્રદર્શનો, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવાં સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે

– 200થી વધુ વ્યક્તિઓ એકત્રિત નહીં થઈ શકે

– છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને તે માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે

– સમગ્ર સમારંભ દરમિયાન ફેસને યોગ્ય રીતે ઢાંકી રાખવો

– હેન્ડવોશ, સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજિયાત અમલ કરવાનો રહેશે

– સમારંભ દરમ્યાન થૂંકવા તેમજ પાન-મસાલા ગુટખાના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે Navaratri breaking

– 65થી વધુ વયના વયસ્ક નાગરિકો, 10 વર્ષથી નીચેની વયનાં બાળકો, સગર્ભા માતાઓ તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિઓ આવાં સમારંભોમાં ભાગ ન લે તે હિતાવહ

– લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીમાં 100 વ્યક્તિઓ ભાગ લઇ શકશે

– મૃત્યુ બાદની અંતિમ ક્રિયા – ધાર્મિક વિધિમાં મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

– આ સૂચનાઓનાં ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ સંચાલક-આયોજક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે