Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે

ખેલૈયાઓ માટે ખુશખબર! સરકાર નવરાત્રિ માટે પરમિશન આપી શકે છે

0
331
  • નવરાત્રિને લઇને Dy. CM નીતિન પટેલનું મોટું નિવેદન
  • જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને જ લેવાશે : Dy. CM નીતિન પટેલ
  • સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રી નજીક આવતા જ જાહેરાત કરશે : Dy. CM

અમદાવાદ : ગુજરાતમાં નવરાત્રિ તહેવાર આવવાની હજી વાર હોય ત્યાં તો ગરબાના રસિયાઓ કેટલાંય દિવસ અગાઉ પ્રેક્ટિસ શરૂ કરી દેતા હોય છે. આ સિવાય કોઇ પાર્ટી પ્લોટ કે ક્લબના પાસ મળશે કે નહીં તેની ચિંતા કરતા હોય છે. એવામાં હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીને કારણે ખેલૈયાઓમાં નવરાત્રિ (Navratri Gujarat Latest News) થશે કે નહીં તેને લઇને અસમંજસની સ્થિતિ છે. ત્યારે તાજેતરમાં જ નવરાત્રિને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.

Dy. CM નીતિન પટેલે જણાવ્યું કે,

“હાલમાં નવરાત્રિ (Navratri Gujarat Latest News) ના આયોજન અંગે સરકાર વિચાર કરી રહી છે. શક્ય તેટલી છૂટ મળે તે અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. જો કે આ અંગેનો નિર્ણય છેક નવરાત્રિ આવશે ત્યારે જ લેવાશે. પરંતુ એટલી હૈયા ધારણા રાખજો કે આ અંગે જે પણ નિર્ણય લેવાશે તે વિચારીને જ લેવાશે અને શક્ય તેટલી રાહત આપવા અંગે પણ ગુજરાત સરકાર વિચારી રહી છે. કોરોના મહામારીમાં માતાજીના નોરતાનું આયોજન કેવી રીતે કરવું તે તમામ વિગતો ઉપર સરકાર ડિટેઈલમાં અભ્યાસ કરીને નવરાત્રિ નજીક આવતા જ જાહેરાત કરશે.”

તમને જણાવી દઇએ કે નીતિન પટેલના નિવેદનથી એવું લાગી રહ્યું છે કે કદાચ કોરોના મહામારીમાં પણ રાજ્ય સરકાર કોરોનાની ગાઇડલાઇન મુજબ કેટલીક છૂટછાટ સાથે નવરાત્રિના આયોજન માટેની પરવાનગી આપી શકે છે. આ ઉપરાંત પણ તેમને વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતની નવરાત્રિ દેશ-દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં ખેલૈયાઓ પણ નવરાત્રિ માટે કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા ઉત્સુક છે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. જો કે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે પણ ખૂબ જરૂરી છે.”

આ પણ વાંચોઃ 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા

આ ઉપરાંત રાજ્યમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા મુદ્દે પણ નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “શાળાઓ ચાલુ કરવા કેન્દ્રની ગાઈડલાઈન હજુ પણ સ્પષ્ટ નથી. આ સિવાય કોરોના કોઇ પક્ષ, જાતિ કે પ્રદેશ જોતો નથી.”

કોરોનાને લઇને હાલમાં ગુજરાતમાં કેવી પરિસ્થિતિ?

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો (Gujarat Corona Update) માં સતત વૃદ્ધિ થઇ રહી છે. જો કે રિકવરી રેટમાં પણ વધારો થયો છે. રાજ્યમાં (Gujarat Corona Update)આજે પણ તેરસોથી વધુ કોરોના કેસ નોંધાયા છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન કોરોનાએ 16 દર્દીઓનો ભોગ લીધો છે. જ્યારે ગઇ કાલે નોંધાયેલા નવા કેસો સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ છે.

રાજ્ય સરકારનાં આરોગ્ય વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં (Gujarat Corona Update) ગઇ કાલે સાંજ સુધીમાં છેલ્લાં 24 કલાકમાં 1329 કોરોનાના કેસ નોંધાયા છે, તેની સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 1,08,295એ પહોંચી છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં વધુ 16 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેની સાથે કુલ મૃત્યુઆંક 3152 એ પહોંચ્યો છે. મહાનગરો સુરતમાં 266, અમદાવાદમાં 171 કેસ, રાજકોટમાં 154 કોરોના કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી ઓછા કેસ પોરબંદર અને અરવલ્લી જિલ્લામાં નોંધાયા છે.

રાજ્યમાં (Gujarat Corona Update) કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે પણ તેની સાથે સાજા થવાનો દર પણ વધ્યો છે. ગઇ કાલે સાંજ સુધીમાં કોરોનાના 1329 કેસ આવ્યા જ્યારે તેની સામે 1336 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 88,815 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 82.01 ટકા થયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદીઓ માટે ખુશખબર : શહેરમાં આજથી AMTS-BRTS બસ સેવાનો પ્રારંભ