Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતને ફાળે વધુ એક સિદ્ધિ, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય પ્રથમ ક્રમાંકે

ગુજરાતને ફાળે વધુ એક સિદ્ધિ, નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં રાજ્ય પ્રથમ ક્રમાંકે

0
89
  • CM રૂપાણી સરકારને ફાળે વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું
  • નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની સિદ્ધિ હાંસલ કરી
  • સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું

અમદાવાદ : CM રૂપાણી સરકારને ફાળે વધુ એક ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાત સરકારે સતત બીજી વાર નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ‘બેસ્ટ પરફોર્મર સ્ટેટ’ તરીકેની સિદ્ધિ મેળવી છે. સમગ્ર દેશમાં સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિગમાં ગુજરાતનો નંબર 1 આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા શુક્રવારનાં રોજ આ રેન્કિગ જાહેર કરાયું હતું.

આ પરિણામ સરકાર દ્વારા માત્ર સ્ટાર્ટ અપને ટેકો નહીં પરંતુ નવા સ્ટાર્ટ અપ અને ઈનોવેશનના નિર્માણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોનું પ્રતિબિંબ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેશન અને ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા તેમજ યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા અસંખ્ય પગલા લીધાં છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા સંચાલિત મુખ્ય સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન પોલિસી સામેલ છે.

ઉદ્યોગ સાહસિકતાની આગવી ઓળખ સાથે સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં ગુજરાત પસંદગીનું રાજ્ય બન્યું છે. CM રૂપાણીનાં દિશા દર્શનમાં ગુજરાતે યુવા વિદ્યાર્થીઓના નવા સંશોધનોને વ્યાપક અવસર આપવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી પણ સફળતાપૂર્વક અમલી કરેલ છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 લાખને પાર, 24 કલાકમાં સૌથી વધુ નવા કેસ

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં યુવા સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવાની CM રૂપાણી પહેલ તેમજ સાતત્યપૂર્ણ અને સતત મદદને પગલે ગુજરાતે 2017માં ‘‘પ્રાઇમ મીનીસ્ટર્સ એવોર્ડ ફોર એકસલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’’ મેળવેલો છે. એટલું જ નહીં પરંતુ સ્ટાર્ટઅપ ઇન્ડીયા પ્રોગ્રામનાં સફળ અમલીકરણ માટે 2018નાં વર્ષનો બેસ્ટ પરફોર્મર સ્ટેટ તરીકેનો એવોર્ડ પણ ગુજરાતે હાંસલ કર્યો હતો.

જો કે હવે, 2019નાં વર્ષનો પણ સ્ટાર્ટઅપ ક્ષેત્રે બેસ્ટ પરફોર્મર સ્ટેટનો એવોર્ડ જીતીને ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં મોટું નામ હાંસલ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 2019નાં સ્ટાર્ટઅપ રેન્કિંગ ફ્રેમવર્કમાં 7 રિફોર્મ્સ એરિયાઝ અને 30 જેટલાં એકશન પોઇન્ટસની કસોટી એરણે પણ ગુજરાતે શ્રેષ્ઠતના હાંસલ કરી છે.

આ ઉપરાંત તમને જણાવી દઇએ કે સરકારે સ્ટાર્ટઅપ અને નવીનતાઓની સહાય માટે પણ એક યોજના શરૂ કરી છે. જેમાં સ્ટાર્ટ અપ્સને બીજ સપોર્ટ તરીકે રૂ. 40 લાખ સુધીની સહાયનો લાભ મળી શકે છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલી આ નીતિથી 260થી વધુ સ્ટાર્ટ અપ્સને લાભ થયો છે. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગનાં સચિવ હરિત શુક્લા વગેરે હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચોઃ કેમ્પ હનુમાન મંદિર આર્મી કમાન્ડરની વિનંતીથી બંધ: ઓનલાઈન દર્શનની વ્યવસ્થા થશે