Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાની સ્વદેશી વેક્સિન ત્રીજા તબક્કામાં, બજારમાં ઝડપથી આવી શકે

કોરોનાની સ્વદેશી વેક્સિન ત્રીજા તબક્કામાં, બજારમાં ઝડપથી આવી શકે

0
69

રસીનું ઝડપથી વિતરણ કરવા માટે યુદ્ધના ધોરણે કરવામાં આવેલી તૈયારી

નવી દિલ્હીઃ કોરોનાના સંક્રમણ સામે લડવા સમગ્ર વિશ્વમાં વિવિધ રસીઓ પર કામ ચાલી રહ્યુ છે, તેમા સ્વદેશી રસીએ બે ટ્રાયલ સફળતાપૂર્વક પસાર કરતાં તેની આશા (National news Corona vaccine) વધી ગઈ છે. કોરોનાની સંપૂર્ણ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ દેશમાં ચાલુ છે. આ સાથે જ રસી સમગ્ર દેશના લોકો સુધી ઝડપથી કઈ રીતે પહોંચે તે માટે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રસીનું ઝડપથી વિતરણ થતું જોવા ઇચ્છે છે અને આ માટે ઉચ્ચસ્તરની બેઠક પણ કરી ચૂક્યા છે. સ્વદેશી કોરોના રસીના વિતરણથી લઈને તેના સ્ટોરેજ સુધીની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

શુક્રવારે રસીના ટ્રાયલ સામે લોકોને જાગૃત (National news Corona vaccine) કરવા હરિયાણાના આરોગ્ય મંત્રી અનિલ વીજે પોતે રસીની ટ્રાયલમાં ભાગ લીધો હતો. હવે આગામી વર્ષે આપણી પાસે કોરોનાને હરાવનારી રસી ઉપલબ્ધ હશે. સંપૂર્ણ સ્વદેશી રસી કોવેક્સિનનું નિર્માણ ભારત બાયોટેક અને આઇસીએમઆર નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મળીને કરી રહ્યા છે. કોવેક્સિનની ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે. દેશના 22 સેન્ટર પર રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલુ છે. તેમાં લગભગ 26 હજાર સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ સોસાયટીમાં 80 જણા કોરોના પોઝિટિવ

કોવેક્સિનના પ્રથમ બે તબક્કામાં 1,000 લોકો પર (National news Corona vaccine) રસીની ટ્રાયલ કરવામાં આવી હતી. પહેલા બે તબક્કામાં સામેલ વોલેન્ટિયર્સમાં રસીની કોઈ આડઅસર જોવા મળી નથી. તેના લીધે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ સફળ નીવડશે. કોવેક્સિનની આ ત્રીજા તબક્કાની અને અંતિમ ટ્રાયલ છે. આ ટ્રાયલના પરિણામ પરથી સ્પષ્ટ થઈ જશે કે કોવેક્સિનને લોકો સુધી પહોંચાડવામાં કેટલો સમય લાગશે. ત્રીજા તબક્કામાં જે પણ સ્વયંસેવકો રસી મૂકાવી રહ્યા છે તેમણે 28 દિવસ પછી બીજો ડોઝ મૂકાવવો પડશે. રસીનો પહેલો ડોઝ લગાવ્યાના 42 દિવસ પછી સ્વયંસેવકોને બ્લડ ટેસ્ટ કરવામાં આવશે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ પ્રારંભમાં 600 જેટલા લોકોનો બ્લડ ટેસ્ટ (National news Corona vaccine) કરવામાં આવશે. બ્લડ ટેસ્ટના રિપોર્ટ સામાન્ય રહ્યા તો પછી રસી સફળ ગણવામાં આવશે. તેના પછી સરકાર અને ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ) પાસેથી રસીની મંજૂરી મળી જશે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં કોી અવરોધ ન આવ્યો તો જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધીમાં ભારતમાં કોરોનાને રોકવા માટેની રસી સંપૂર્ણ તૈયાર હશે. આમ હવે કોરોનાને હરાવવા માટે કહી શકાય કે માર્ચ સુધી રાહ જોવાની છે.

આ પણ વાંચોઃ કોરોનાની ભયાનકતા પોલીસ જવાનના પરિવારે જોઈ, 5 જ દિવસમાં માતા-પિતા અને ભાઈનું નિધન

દેશના વિવિધ એરપોર્ટને પણ રસીના વિતરણ માટે તૈયાર કરવામાં (National news Corona vaccine) આવી રહ્યા છે, જેથી રસીની ઝડપી ડિલિવરી કરી શકાય. દેશના મુખ્ય હવાઈમથક દિલ્હી એરપોર્ટમાં જ જોઈએ તો તાપમાન નિયંત્રણવાળા બે કાર્ગો ટર્મિનલ છે. આ સાથે જ માઇનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલ પણ છે. કાર્ગો ટર્મિનલ પર આવવા જવા માટે અલગ દરવાજા છે. આ ઉપરાંત હૈદરાબાદ એરપોર્ટ પર પણ તાપમાન નિયંત્રણવાળા કાર્ગો ટર્મિનલ છે. આ એરપોર્ટ પર માઇનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલની સગવડ રાખવામાં આવી છે.

Airports ને પણ રસી ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરાઈ રહ્યા છે

રસી માટે કેન્દ્ર સરકાર રણનીતિ તૈયાર કરી રહી છે. દેશના એરપોર્ટને પણ રસી ડિસ્ટ્રીબ્યુશન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૌથી પહેલા વાત દિલ્હી એરપોર્ટની કરીએ. અહીં તાપમાન નિયંત્રણવાળા બે કાર્ગો ટર્મિનલ છે. આ સાથે જ માઈનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલ છે. કાર્ગો ટર્મિનલ પર આવવા જવા માટે અલગ દરવાજા છે. આ ઉપરાંત હૈદરાબાદ એરપોર્ટ ઉપર પણ તાપમાન નિયંત્રણવાળા કાર્ગો ટર્મિનલ છે. આ એરપોર્ટ પર માઈનસ 20 ડિગ્રી તાપમાનવાળા કાર્ગો ટર્મિનલ પણ છે.

હાલમાં કઈ-કઈ રસીની ટ્રાયલ ચાલી રહી છે તે જાણો

– ભારત બાયોટેક-ICMR અને ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીની રસી કોવેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે, જે સંપૂર્ણ સ્વદેશી રસી છે
– ભારતીય ફાર્મા કંપની સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકા સાથે મળીને રસી તૈયાર કરી રહી છે, તેનું નામ કોવિશિલ્ડ છે. તે ડિસેમ્બરના અંત સુધીમાં આવવાનો દાવો કરાય છે
– રશિયામાં બનેલી કોરોના રસી સ્પુટનિક વીની પણ ભારતમાં ટ્રાયલ થવાની છે. તેના બીજા-ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9