Gujarat Exclusive > દેશ-વિદેશ > પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોતના વિરોધમાં અપાયેલા બંધમાં પોલીસનો લાઠીચાર્જ

પશ્ચિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોતના વિરોધમાં અપાયેલા બંધમાં પોલીસનો લાઠીચાર્જ

0
45

ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો સામસામે આવતા બંને વચ્ચે અથડામણ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવવાની હોઈ તેના પગલે રાજકીય પ્રવૃત્તિઓએ પણ વેગ પકડતા હિંસાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ભાજપના બૂથ સચિવ કાલા ચંદ્ર કર્મકારને (National news BJP news) તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. આને લઈને ગુરુવારે ભાજપે તૂફાનગંજ વિસ્તારમાં 12 કલાકના બંધનું આહવાન આપ્યું હતું.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોના કેરઃ માસ્ક નહીં પહેરવા પર લાગશે રુ. 2000નો દંડ

બંધને સફળ કરવા માટે ભાજપના કાર્યકરોએ રસ્તા (National news BJP news)પર ઉતરીને ગાડીઓને આવતા જતા રોકવા માંડી હતી. તેમણે દુકાન હાટ બજારને પરાણે બંધ કરાવ્યું હતું. તેના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસે પણ રેલી કાઢી હતી. નતૂન બજારના વિસ્તારમાં તેના પગલે ઘણી ઉત્તેજના જોવા મળી હતી. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસના સમર્થકો વચ્ચે તેના પગલે સંઘર્ષ જોવા મળ્યો હતો. તેના કારણે પોલીસ ગોઠવવી પડી હતી. પોલીસે પરિસ્થિતિ પર અંકુશ મેળવવા ભાજપ સમર્થકો પર લાઠીચાર્જ પણ કર્યો. તેમા તેના ઘણા કાર્યકરો ઇજા પામ્યા હતા. ભાજપની કચેરીમાં પણ તોડફોડ કરવામાં આવી.

આ પણ વાંચોઃ 76 બાળકોને બચાવનાર હેડ કૉન્સ્ટેબલ સીમા ઢાકાને મળ્યું ‘આઉટ ઑફ ટર્ન પ્રમોશન’

આમ પશ્ચિમ બંગાળમાં રાજકીય હિંસા રોકાવવાનું (National news BJP news)નામ લઈ રહી નથી. કોલકાતા સાથે જોડાયેલા 24 પરગણા જિલ્લાના ટીટાગઢના બામનગાલી વિસ્તારમાં બુધવારે રાત્રે ભાજપની ઓફિસને સળગાવી દેવાઈ હતી. ઓફિસ સળગાવી દેવાનો આરોપ સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પર લાગ્યો છે. આ ઘટનાની સામે ગુરુવારે સવારે કલ્યાણી એક્સપ્રેસ વે પર ભાજપના કાર્યકરોએ રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. તેના પછી પોલીસે તેમને સમજાવીને રસ્તા પરના અવરોધ દૂર કરાવ્યા હતા.