રાત્રે દેખાતો ચંદ્ર હંમેશા માનવજાત માટે સૌથી વધુ આકર્ષણ રહ્યું છે. નિલ આર્મસ્ટ્રોંગે જ્યારે ચન્દ્રની ધરતી પર પહેલો પગ મૂક્યો ત્યારથી માણસ તેના રહસ્યો ઉકેલવા સતત મથી રહ્યો છે. ચંદ્ર એક પ્રયોગશાળાથી કમ નથી એવું કહેવું ખોટું નથી. દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચંદ્ર નાના-મોટા મિશનો મોકલ્યા છે. ભારત પણ તેના ચંદ્રયાન-3 મિશનને જલદી લોન્ચ કરશે. પરંતુ આ બધા સંશોધન વચ્ચે હવે નવા સમાચારે વિજ્ઞાન જગતમાં કુતૂહલતા ઊભી કરી છે. ચંદ્ર શેનો બનેલો છે અને તેની કોર કઠણ છે કે પીગળેલી તે અંગે ચર્ચા ચાલી રહી છે પરંતુ હવે સંશોધકોએ ચંદ્રના કોર વિશે નવું સંશોધન કર્યું છે.
સાયન્સ એલર્ટ અનુસાર સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ચંદ્રનો આંતરિક ભાગ વાસ્તવમાં લોખંડની સમાન ઘનતા ધરાવતો નક્કર ગોળો છે. આ નવા તારણો ચંદ્ર અને આપણા સૌરમંડળ વિશે વધુ જણાવે છે.
ફ્રાન્સમાં ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના ખગોળશાસ્ત્રી આર્થર બ્રાઉડની આગેવાની હેઠળની ટીમે જણાવ્યું હતું કે સંશોધન ચંદ્રના ચુંબકીય ક્ષેત્ર અને પ્રારંભિક સૌરમંડળ વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરે છે.
ટીમના રિસોર્ટ અનુસાર સિસ્મિક ડેટા સૌરમંડળમાં પદાર્થોની આંતરિક રચનાની અસરકારક તપાસ પૂરી પાડે છે. ધરતીકંપથી જે તરંગો ઉત્પન્ન થાય છે વૈજ્ઞાનિકોને તેના આંતરિક ભાગને નકશા બનાવવામાં મદદ કરી શકે છે.
બ્રાઉડે જણાવ્યું કે, અમારી પાસે અપોલો મિશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો ચંદ્ર સિસ્મિક ડેટા છે, પરંતુ આંતરિક કોરની સ્થિતિને ચોક્કસપણે નિર્ધારિત કરવા માટે રિઝોલ્યુશન ખૂબ ઓછું છે. આપણે જાણીએ છીએ કે ત્યાં એક પ્રવાહી બાહ્ય કોર છે પરંતુ તે શું ધરાવે છે તે ચર્ચામાં છે. નક્કર આંતરિક કોર અને સંપૂર્ણપણે પ્રવાહી કોર અપોલો ડેટા સાથે સંપૂર્ણ રીતે ફિટ છે.
સંશોધકોએ સ્પેસ મિશન અને લેસર રેન્જિંગ પ્રયોગો દ્વારા ડેટા એકત્ર કર્યો. તેઓ ડેટા સાથે શ્રેષ્ઠ ફિટ છે તે શોધવા માટે વિવિધ મોડેલો પણ બનાવ્યા.
સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર ચંદ્રમાના અંદર સઘન પદાર્થ કેન્દ્ર તરફ ધકેલાય છે જ્યારે ઓછો સઘન પદાર્થ બહારની તરફ આવે છે.
Advertisement