સોશિયલ મીડિયા પર અસામાન્ય વીડિયો વાયરલ થતા રહે છે. આવા જ કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને તમે હસવાનું રોકી નહીં શકો. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રાજસ્થાનના જયપુરનો છે, જ્યાં 18 લાખ રૂપિયાની કારનો માલિકે અલગ જ રીતે પોતાનો વિરોધ દર્શાવ્યો છે.
Advertisement
Advertisement
ઉદયપુરના સુંદરવાસમાં રહેતા રાજકુમાર નામે લગભગ બે મહિના પહેલા ક્રેટા કાર ખરીદી હતી. કાર ખરીદી ત્યારથી તેમાં ઘણી સમસ્યાઓ આવી રહી હતી. કારમાં રહેલી ખામી અંગે માલિકે શોરૂમ મેનેજમેન્ટને ઘણી વખત ફરિયાદ કરી હતી. શોરૂમ મેનેજમેન્ટ આ મુદ્દા પર ધ્યાન આપવાને બદલે તેને ટાળતું રહ્યું. કાર શોરૂમ મેનેજમેન્ટના વર્તનથી કંટાળીને તેમની વાત તેમના સુધી પહોંચાડવા માટે રાજકુમારે એક અનોખી યુક્તિ અપનાવી.
રાજકુમારની અનોખી યુક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો હતો. અસલમાં રાજકુમાર તેની નવી કારને ગધેડા દ્વારા ખેંચીને શોરૂમ પર પહોંચ્યા અને કંપનીના શોરૂમ અને તેના કર્મચારીઓના વર્તન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. આ સાથે તેમણે ઢોલ-નગારાંની પણ વ્યવસ્થા કરી હતી. વાઈરલ થયેલા વિડિયોની લોકો મજા માણી રહ્યાં છે.
મીડિયા સાથે વાત કરતા કારના માલિક રાજકુમારે કહ્યું, ‘કારનું સેકન્ડ ટોપ મોડલ લગભગ 18.50 લાખ રૂપિયામાં ખરીદ્યું હતું, પરંતુ કાર ખરીદ્યાના બે મહિના પછી એક પછી એક ઘણી સમસ્યાઓ આવવા લાગી. એકવાર એક ઈવેન્ટમાં જતા સમયે તે ખરાબ થઈ ગઈ, જ્યારે શોરૂમ મેનેજમેન્ટને આ અંગે ફોન કરવામાં આવ્યો તો કંપનીએ કાર લેવા આવવાનો ઈન્કાર કરી દીધો. જે બાદ માલિકે શોરૂમ મેનેજમેન્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા આ અનોખું પ્રદર્શન કર્યું.
उदयपुर में 18 लाख की कार डेढ़ महीने में ही खराब हुई तो मालिक ने गधों से खिंचवाकर वापस शोरूम भेजा…
बाजे का खर्चा तो लगा पर भाई ने स्वाद ले लिया pic.twitter.com/tJz1ZvDVhO
— Arvind Chotia (@arvindchotia) April 27, 2023
Advertisement