18મી સદીના મૈસુરના શાસક ટીપુ સુલતાનની બેડચેમ્બર તલવારની UKમાં હરાજી કરવામાં આવી છે. તલવારની હરાજીએ ભારતીય વસ્તુની હરાજીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તે આ સપ્તાહના ઈસ્લામિક અને ભારતીય કલા વેચાણમાં 1.4 કરોડ પાઉન્ડ (GBP)માં વેચાઈ છે.
બોનહેમ્સના ઈસ્લામિક અને ભારતીય કલાના વડા અને હરાજી કરનાર ઓલિવર વ્હાઈટે મંગળવારે વેચાણ પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભવ્ય તલવાર ટીપુ સુલતાનના તમામ શસ્ત્રોમાંથી શ્રેષ્ઠ છે જે હજુ પણ ખાનગી હાથમાં છે.
1782-1799 સુધી શાસન કરનાર ટીપુ સુલતાનની તલવારને ‘સુખેલા’ કહેવામાં આવે છે – શક્તિનું પ્રતીક. તલવાર સ્ટીલની છે અને તેના પર સૌનાની ઉત્કૃષ્ટ કોતરણી છે. તે ટીપુ સુલતાનની ખાનગી ચેમ્બરમાંથી મળી આવી હતી.
Advertisement