ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મંદિરોમાં તોડફોડ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. વેસ્ટર્ન સિડનીના રોઝહિલ ઉપનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડની ઘટના થયાની માહિતી મળી રહી છે. અહેવાલો અનુસાર ખાલિસ્તાન સમર્થકોએ આજે BAPS સ્વામિનારાયણ મંદિર પર હુમલો કર્યો અને તોડફોટ કરી છે. આટલું જ નહીં પરંતુ મંદિરના ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો પણ ઝટકાવ્યો છે.
આજે જ્યારે મંદિર પ્રબંધન પૂજા કરવા પહોંચ્યા હતા તો તેમણે જોયું કે મંદિરની દીવાલ તૂટેલી હતી. સાથે ગેટ પર ખાલિસ્તાનનો ઝંડો લટકતો હતો.
આ પહેલાં પણ ઓસ્ટ્રેલિયામાં ઘણી વખત મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીમાં પણ મેલબોર્નના BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડાની ઘટના સામે આવી હતી. 12મી જાન્યુઆરીએ મેલબોર્નમાં ઉત્તરીય ઉપનગર, મિલ પાર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાની સમર્થકોએ તોડફોડ કરી હતી.
Advertisement