જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ લશ્કર-એ-તોયબાના આતંકવાદી ઉઝૈર ખાનને ઠાર માર્યો છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે અનંતનાગમાં આતંકવાદી ઉઝૈરને ઠાર મારવામાં આવ્યો છે. અન્ય એક મૃતદેહ પણ મળી આવ્યો છે અને તે પણ કોઈ આતંકવાદીનો હોઈ શકે છે. સર્ચ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે અહીંથી હથિયારો મળી આવ્યા છે.
Advertisement
Advertisement
સતત સાતમા દિવસની કાર્યવાહી બાદ સુરક્ષા દળોને આ સફળતા મળી છે. મીડિયા સાથે વાત કરતા કાશ્મીરના એડીજીપી વિજય કુમારે કહ્યું કે લશ્કર-એ-તોયબાનો કમાન્ડર માર્યો ગયો છે અને તેનો મૃતદેહ મળી આવ્યો છે, અન્ય એક આતંકવાદીનો મૃતદેહ દેખાઈ રહ્યો છે પરંતુ તે મળ્યો નથી. સર્ચ ઓપરેશન ચાલુ છે, અમને 2-3 આતંકીઓ હોવાની શંકા છે. અમને ત્રીજા આતંકવાદીનો મૃતદેહ મળવાની પણ શક્યતા છે. આ સફળતા પછી પણ અમારું સર્ચ ઓપરેશન ચાલુ રહેશે.
કેટલાંક વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ચાલુ રહેશે
એડીજીપી વિજય કુમારે અનંતનાગ ઓપરેશન વિશે મીડિયા સાથે વાત કરતા વધુમાં કહ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ રહેશે કારણ કે હજુ ઘણાં વિસ્તારો બાકી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ તે વિસ્તારોમાં ન જાય. એક અઠવાડિયાથી ચાલી રહેલું એન્કાઉન્ટર હવે પૂરું થઈ ગયું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ કોકરનમ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જ સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસ ત્યાં પહોંચી ગયા હતા.
આતંકવાદી ઠેકાણાઓને નિષ્ક્રિય કરવા માટે વ્યૂહાત્મક રીતે તૈનાત સશસ્ત્ર ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓપરેશન અનંતનાગ કાશ્મીરમાં સૌથી લાંબી ચાલતી લશ્કરી કાર્યવાહીમાંનું એક બની ગયું છે, જેમાં સુરક્ષા દળોએ પડકારરૂપ ગડોલ હિલ વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓને ખતમ કરવાના તેમના મિશનમાં કોઈ કસર છોડી નથી. આ પહેલા માહિતી સામે આવી હતી કે સુરક્ષા દળો આતંકવાદીઓને આરપારની લડાઈ આપવાના ઈરાદા સાથે રોકેટ અને આધુનિક હથિયારોથી હુમલો કરી રહ્યા છે. હવે માહિતી સામે આવી રહી છે કે ત્રણ આતંકીઓને ઠાર કર્યા બાદ ઓપરેશન ખતમ થઈ ગયું છે.
Advertisement