દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે રૂ. 2,000ની નોટો જમા કરાવવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 નક્કી કરી હતી. પરંતુ હવે આરબીઆઈએ લોકોને થોડી રાહત આપતા આ સમયગાળો વધારી દીધો છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે હજુ પણ 2,000 રૂપિયાની નોટો હોય, તો 7 ઓક્ટોબર સુધીમાં તેને તમારી નજીકની કોઈપણ બેંકમાં જમા કરાવો. RBI એ છેલ્લા દિવસે રૂ. 2,000ની નોટ બદલવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર, 2023 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
Advertisement
Advertisement
2000ની 33,630 લાખ નોટો ચલણમાં હતી
વર્ષ 2017-18 દરમિયાન દેશમાં 2000 રૂપિયાની નોટ સૌથી વધુ ચલણમાં હતી. આ દરમિયાન બજારમાં 2000 રૂપિયાની 33,630 લાખ નોટો ચલણમાં હતી. તેની કુલ કિંમત 6.72 લાખ કરોડ રૂપિયા હતી. 2021માં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે 19 મેના રોજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ અચાનક મોડી રાત્રે ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. તે પછી લોકોને નોટબંધીનો દિવસ યાદ આવવા લાગ્યો. વધતી અંધાધૂંધી વચ્ચે RBI ગવર્નર શક્તિકાંત દાસને ખુદ મીડિયા સમક્ષ હાજર થવું પડ્યું. તેમણે કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાનો નિર્ણય ક્લીન નોટ પોલિસી હેઠળ લેવામાં આવ્યો છે. દેશનો કોઈપણ નાગરિક કોઈપણ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે અને બદલાવી શકે છે. આ માટે કોઈ આઈડી પ્રૂફની જરૂર પડશે નહીં.
Advertisement