અમેરિકામાં ક્વિન ઓફ રોક ‘એન’ રોલ તરીકે જાણીતી બનેલી સિંગર ટીના ટર્નરનું બુધવારે 83 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પ્રવક્તાએ જણાવ્યું કે જેઓ ઝ્યુરિખ નજકીના તેમના ઘરે હતા, તેઓ લાંબી બીમારી બાદ અંતિમ શ્વાસ લીધા હતા.
ટીના ટર્નરે અત્યાર સુધીના મહાન રેકોર્ડિંગ કલાકારોમાંના એક ગણવામાં આવે છે. ટર્નરે 60ના દાયકામાં તેમની કારકિર્દી શરુ કરી હતી. તેઓ રોક ‘એન’ રોલના શરુઆતના દિવસો હતા. તેમનું એક જાણીતું ગીત – વ્હોટ્સ લવ ગોટ ટુ ડુ વિથ ઈટ? ખૂબ પોપ્યુલર બન્યું હતું. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ ટ્વિટ કરીને મહાન ગાયિકા ટીના ટર્નરને શ્રદ્ધાંજલિ આપી છે.
બરાક ઓબામાએ તેમની ટ્વિટમાં લખ્યું છે કે, ટીના ટર્નર ખૂબ પાવરફૂલ અને સદીના મહાન ગાયિકા છે. તમને અમે દિલથી સન્માન અને શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
ટર્નરે ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા હતા, તેઓએ તેમના જીવનમાં 1993ની ઓસ્કાર નોમિનેટેડ બાયોપિક માટે પણ ટાઈટલ પ્રદાન કર્યું હતું.
Advertisement