નવી દિલ્હી, ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસના મોંઘેરા મહેમાન બનવા જઈ રહ્યા છે. આગામી 22મી જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન ભવ્ય સ્વાગત કરશે. વડાપ્રધાન મોદીની વડાપ્રધાન પદ હાંસિલ કર્યા પછીની આ બીજી અમેરિકાની ભાવભરી મુલાકાત હશે.
Advertisement
Advertisement
આજે આખું વિશ્વ શાંતિ ઝંખી રહ્યું છે અને એક તરફ યુક્રેન-રશિયા વૉર તેની ચરમસીમાએ છે ત્યારે આખા વિશ્વની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પર ટકેલી રહેશે.
એક તરફ ભારતીય અર્થતંત્ર વિકાસની ગતિએ આગળ વધી રહ્યું છે, બીજી તરફ ભારતીય બજાર પણ આખા વિશ્વને તેના તરફ આકર્ષી રહ્યું છે, ત્રીજી તરફ ભારતીય યુવા બુદ્ધિધન આખા વિશ્વમાં પોતાની આઈટી અને સાયન્સની ક્ષમતા બતાવી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા અનેક આશાઓ સાથે સારા પરિણામોમાં પરિવર્તિત થશે એવું માનવું છે.
વડારપ્રધાન મોદીની આ યાત્રામાં ભારત અને અમેરિકા વચ્ચે અનેક વિકાસશીલ કરારો થવાની સંભાવના છે. આ ઉપરાંત ભારત એક માત્ર દેશ છે જેના રશિયા અને અમેરિકા સાથે તટસ્થ સંબંધો છે. ભારત-અમેરિકા યાત્રા આર્થિક, લશ્કરી અને વિદેશનીતિની બાબતે આ સમયમાં ખૂબ અગત્યની ગણાઈ રહી છે.
આજે અમેરિકાના અગ્રતાક્રમના વ્યક્તિઓમાં કમલા હેરિસ અને સુંદર પિછાઈ જેવા અગ્રગણ્ય ચહેરાઓ હોવાથી અનેક ભારતીયોને પણ વડાપ્રધાન મોદીની આ મુલાકાત અનેક આશાઓથી ભરેલી લાગી રહી છે.
Advertisement