NEET પરીક્ષા દરમિયાન મહારાષ્ટ્ર, ચંદીગઢ અને પશ્ચિમ બંગાળમાંથી ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા છે. અહીં કેટલીક વિદ્યાર્થિનીઓને ડ્રેસ બદલવા માટે કહેવાયું. આટલું જ નહીં કેટલીક વિદ્યાર્થિનીઓની બ્રા કાઢી નાખવામાં આવી હતી, જ્યારે કેટલીક વિદ્યાર્થિનીને ઈનરવેરને અંદરની જગ્યાએ ટોપ પર પહેરવા કહ્યું.
વિદ્યાર્થિનીઓ અને તેમના માતા-પિતાએ આ મામલે NTAને ફરિયાગ કરી છે. એજન્સીએ રવિવારે 20 લાખથી વધુ ઉમેદવારો માટે 4000 કેન્દ્રો પર અંડરગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2023નું આયોજન કર્યું.
ઉમેદવારોએ સોશિયલ મિડિયા પર પણ શેર કર્યું કે કેવી રીતે તેમના કપડાની અંદર હાથ નાખીને બ્રા સ્ટ્રેપ ચેક કરવામાં આવે છે. તપાસ માટે ઈનરવેર ખોલવા પણ કહેવાયું.
એક ડોક્ટર દંપતીએ કહ્યું કે તે તેમના ધ્યાન પર આવ્યું છે કે સાંગલી (કસ્તૂરબા વાલચંદ કોલેજ)ના એક કેન્દ્રમાં, વિદ્યાર્થિનીઓને તેમના કુર્તા ઉતારીને અંદરથી બહાર પહેરવાનું કહેવામાં આવ્યું હતું. અમારી પુત્રી બહાર આવ્યા બાદ આ અંગે જાણ કરતા અમને આશ્ચર્ય થયું. આ બિલકુલ અસ્વીકાર્ય છે અને આવી મહત્વની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓ સાથે આવો વ્યવહાર યોગ્ય નથી.
HMC શિક્ષણ કેન્દ્ર, હિંદમોટર, બંગાળમાંથી પરીક્ષા આપનાર ઉમેદવારો પોતાનો અનુભવ સોશિયલ મિડિયા પર શેર કર્યો. તેમણે કહ્યું કે ઘણા ઉમેદવારોને તેમના પેન્ટ બદલવા અથવા તેમના આંતરવસ્ત્રો ખોલવા માટે કહેવામાં આવ્યું હતું.
Advertisement