યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. રશિયા સતત હવાઈ હુમલા કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ હિંમતભેર તેનો સામનો કરી રહ્યું છે. યુક્રેનિયન વિશેષ દળોએ રશિયન બંદરના સેવસ્તોપોલ બ્લેક સી ફ્લીટના કમાન્ડર અને રશિયાના નૌકાદળના સૌથી વરિષ્ઠ અધિકારીઓમાંના એક એડમિરલ વિક્ટર સોકોલોવની હત્યા કરી હોવાનો દાવો કર્યો છે. આ હુમલામાં નૌકાદળના ટોચના કમાન્ડર સહિત 34 અધિકારીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
Advertisement
Advertisement
યુક્રેને મોટો દાવો કર્યો
યુક્રેને દાવો કર્યો હતો કે ક્રિમીઆમાં બ્લેક સી ફ્લીટના હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આ બાબતે ટિપ્પણી કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે, રશિયાના સંરક્ષણ મંત્રાલયે તાત્કાલિક ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. રશિયાએ આ ઘટનાનો સ્વીકાર પણ કર્યો નહીં કે તેનો ઈનકાર પણ કર્યો નથી.
રશિયાએ હવાઈ હુમલા વધાર્યા
યુક્રેને તાજેતરના દિવસોમાં ક્રિમિયા પર હવાઈ હુમલાઓ તેજ બનાવી દીધાં છે. આ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બિંદુ છે. અહીંથી જ રશિયાએ 19 મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. રશિયન નૌકાદળના કમાન્ડરના મૃત્યુની પુષ્ટિ થશે તો સોકોલોવની હત્યા એ કિવનો ક્રિમીયા પરનો સૌથી ભયંકર હુમલો હશે. રશિયાએ 2014માં ક્રિમિયાને યુક્રેન પાસેથી છીનવી લીધું હતું.
Advertisement