નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા ISISના કટ્ટરપંથીકરણ અને ભરતીના મામલામાં તમિલનાડુ અને તેલંગાણામાં 30 સ્થળોએ દરોડા પડ્યા છે. હાલ કોઈમ્બતુરમાં 21 જગ્યાએ, ચેન્નઈમાં 3 જગ્યાએ, હૈદરાબાદમાં 5 જગ્યાએ અને તેનકાસીમાં 1 સ્થળે દરોડો પાડવામાં આવ્યોછે. NIA આતંકવાદી સંગઠન ISISને ભારતમાં પગ જમાવતા રોકવા માટે સતત એક્શન લઇ રહી છે અને આ દરોડો પાડ્યો છે.
Advertisement
Advertisement
ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી
તમિલનાડુ અને તેલંગાણામાં ફેલાયેલા ISIS મોડ્યુલ સામે NIAની કાર્યવાહી ચાલી રહી છે. NIAએ તાજેતરમાં જ તમિલનાડુ અને તેલંગાણામાં આતંક ફેલાવવાના કાવતરામાં ISISની ભૂમિકાની તપાસ કરવા માટે એક કેસ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા બાદ જ NIA એ બંને રાજ્યોમાં 30 જગ્યાએ દરોડા પડવાનો નિર્ણય લીધો હતો. આ દરોડા દ્વારા જેમને દેશમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપવામાં આવી છે તેવા ISIS સાથે સંકળાયેલા લોકોને પકડવાના છે . NIA આ અગાઉ ઝારખંડ મોડ્યુલ સાથે જોડાયેલા મામલામાં ઘણાં રાજ્યોમાં દરોડા પડ્યા હતા. આ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ જણાવ્યું કે જુલાઈ મહિનામાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી ફૈઝાન અંસારીની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ જ આ દરોડો પાડવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની નજીક રહેતી વખતે ફૈઝાન કેટલાક ઉગ્રવાદીઓના સંપર્કમાં આવ્યો હતો.
NIAના 6 રાજ્યોમાં 9 જગ્યાએ દરોડા
NIAએ આ ઉપરાંત 6 રાજ્યોમાં 9 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તે દરમિયાન રાહુલ સેન ઉર્ફે ઉમર બહાદુર નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. NIAએ બિહારના સિવાન, ઉત્તર પ્રદેશના જૌનપુર, આઝમગઢ, મહારાજગંજ, મધ્યપ્રદેશના રતલામ, પંજાબના લુધિયાણા, દક્ષિણ ગોવા, કર્ણાટકના યાદગીર અને મહારાષ્ટ્રના મુંબઈમાં દરોડા પાડ્યા હતા. NIA દ્વારા રાહુલ સેનની આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ રતલામથી ધરપકડ કરવામાં આવી હતી. NIAના અધિકારીઓએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન તેની પાસેથી લેપટોપ, પેન ડ્રાઈવ, મોબાઈલ ફોન વગેરે જેવા ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા હતા. આ સિવાય વાંધાજનક સામગ્રી, એક ચાકુ અને ISIS સાથે જોડાયેલા ઘણા દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Advertisement