આંતરરાષ્ટ્રીય મોડલ કિમ કાર્દાશિયનન સૌ કોઈ જાણે છે અને તેની લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગ વિશ્વમાં ખૂબ મોટી છે. ઘણી મોડલ તેના જેવા લૂકને અપનાવવા લાગી છે. તેના જેવો દેખાવ મેળવવા અનેક મોડલ શરીર પર અનેકો સર્જરી કરાવતી હોય છે.
તાજેતરમાં જ ક્રિસ્ટીના એશ્ટન ગૌરકાની નામની 34 વર્ષીય મોડલે કિમ કાર્દાશિયન જેવો લૂક મેળવવા પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને તેનું મોત થયું હતું.
ક્રિસ્ટીના તેના કિમ કાર્દાશિયન જેવા લૂક માટે પ્રખ્યાત હતી. તેણે કિમ કાર્દાશિયન જેવા દેખાવવા માટે અનેક વખત પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. એક રિપોર્ટ મુજબ, કિમ કાર્દાશિયન જેવા લૂકની ઘેલછાએ ક્રિસ્ટીના એશ્ટનનો જીવ લીધો છે. 34 વર્ષીય આ મોડલનું હાર્ટ એટેકથી મોત થયું છે.
રિયાલિટી ટીવી સ્ટાર કિમ કાર્દાશિયન જેવા લૂકને જાણવી રાખવા માટે ક્રિસ્ટીનાએ એક વાર ફરી પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. આ પ્લાસ્ટિક સર્જરી બાદ ક્રિસ્ટીના એશ્યનના પરિવારે આરોપ લગાવ્યો છે કે ડોક્ટરોની બેદરકારીને કારણે તેનું મોત થયું છે. હાલમાં મોડલના મોતની તપાસ કરાઈ રહી છે.
Advertisement