ખાલિસ્તાની આતંકવાદીઓને લઈને ભારત અને કેનેડા વચ્ચે સતત વધી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે, ખાલિસ્તાની આતંકવાદીઓ આવતા મહિને ભારતમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપને નિશાન બનાવી શકે એવી આશંકા છે. એવું માનવામાં આવે છે કે કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી ગુરુપતવંત સિંહ પન્નુને ધમકી આપી છે કે ક્રિકેટ વર્લ્ડ કપ આતંકનો વર્લ્ડ કપ બની જશે.
Advertisement
Advertisement
હાલમાં જ જાણવા મળ્યું હતું કે દિલ્હીમાં કેટલાક સબવે અને અંડરબ્રિજ પર ખાલિસ્તાનીના સમર્થનમાં સૂત્રો લખવામાં આવ્યા હતા. કેનેડા સ્થિત શીખ ઓર્ગેનાઈઝેશન ફોર જસ્ટિસ અને તેના નેતા પન્નુને કેટલાંક આતંકવાદીઓને દિલ્હી મોકલ્યા છે અને તેમની યોજના નવા સંસદ ભવનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવાની હોવાની આશંકા છે. આ ઉપરાંત, તપાસ એજન્સીઓને એવી માહિતી પણ મળી છે કે વર્લ્ડ કપ દરમિયાન આતંકવાદી હુમલાની યોજના તૈયાર કરવામાં આવી રહી છે.
ઘણા લોકોનું માનવું છે કે પન્નુને પોતે જ આવી ધમકી આપી છે. કેટલાંક લોકોને બ્રિટનથી ફોન આવ્યા હતા, જેમાં પન્નુને કહ્યું હતું કે શહીદ નિજ્જરની હત્યા બાદ અમે તમારી ગોળીઓ સામે બેલેટ પેપરનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. અમે અમારા મતનો ઉપયોગ તમારી હિંસા સામે કરીશું. ભારતમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે તે ‘વર્લ્ડ ટેરર કપ’ હશે. ખાલિસ્તાની આતંકવાદી પન્નુને વધુમાં કહ્યું કે ભારત અને મોદીએ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું અપમાન કર્યું છે.
કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના પ્રમુખ ગુરુપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કર્યો હતો અને દિલ્હીમાં ખાલિસ્તાની સૂત્રો લખવાની વાત કરી હતી. વધુમાં તેણે દેશની સંસદ અને વર્લ્ડ કપ મેચો દરમિયાન હુમલાની ધમકી પણ આપી છે. તેણે વધુમાં કહ્યું કે નિજ્જરની હત્યા માટે પીએમ મોદી જવાબદાર છે અને શીખ ફોર જસ્ટિસ આ હત્યાનો બદલો લેશે. ઉલ્લેખનીય છે કે જી-20 સમિટ પહેલાં પણ દિલ્હીના કેટલાંક મેટ્રો સ્ટેશનો પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા હતા.
Advertisement