કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી જળ વિવાદને કારણે આજે કેટલાંક સંગઠનોએ બેંગલુરુમાં બંધનું એલાન આપ્યું છે. બંધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. BMTCના જણાવ્યા મુજબ બેંગલુરુ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો તમામ રૂટ પર સામાન્ય રીતે દોડશે.
Advertisement
Advertisement
કાવેરી જળ વિવાદના મુદ્દે કેટલાંક સંગઠનોએ આજે બેંગલુરુ બંધનું એલાન આપ્યું છે. બેંગલુરુ સેન્ટ્રલ ડીસીપી શેખર એચ ટેક્કન્નવરે જણાવ્યું કે પોલીસ દ્વારા સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. પરવાનગી અપાઈ છે તે સ્થળ સિવાય અન્ય સ્થળે દેખાવ કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક અત્યારે સુચારૂ રીતે ચાલી રહ્યો છે. કિસાન યુનિયનના સભ્યોને મૈસુર બેંક સર્કલમાં વિરોધ કરવાની મંજૂરી નથી.
બેંગલુરુમાં અનેક સંગઠનો દ્વારા બંધનું એલાન
કાવેરી જળ વિવાદને લઈને આજે ઘણાં સંગઠનોએ બેંગલુરુ બંધનું એલાન આપ્યું છે, જેના કારણે દેશની આઈટી રાજધાનીની ગતિ ધીમી પડી ગઈ છે. જો કે, ટેક્સી ડ્રાઇવરો, હોટલ માલિકો સહિત ઘણા સંગઠનોએ બંધને સમર્થન પાછું ખેંચી લીધું છે, જ્યારે શાળાઓ અને કોલેજો બંધ રહેશે. કર્ણાટકમાં અંગ્રેજી માધ્યમની શાળાઓના એસોસિએટેડ મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આજે બેંગલુરુમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય બેંગલુરુ શહેરના ડેપ્યુટી કમિશનરે શાળાઓ અને કોલેજો બંધ રાખવાને કારણે રજાની જાહેરાત કરી છે.
સિદ્ધારમૈયાએ ભાજપ અને જેડીએસ પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો
બીજી તરફ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે બંધ પર નિયંત્રણ નહીં રાખીએ, તે તેમનો અધિકાર છે. આ સિવાય તેમણે ભાજપ અને જેડીએસ પર રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો. સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું કે અમે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અમારી અને તમિલનાડુની દલીલોને ફગાવી દીધી છે.
Advertisement