ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હાલ સૌથી નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. બંને દેશો વચ્ચેનો વિવાદ દિવસેને દિવસે વધુ ઘેરો બનતો જાય છે. ગઈકાલે સતત ત્રીજા દિવસે કેનેડા સામે ત્રીજી મોટી કાર્યવાહી કરતા ભારતે કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવા બંધ કરવાની જાહેરાત કરી હતી. દરમિયાન, ભારત-કેનેડા વિવાદને લઈને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે હું ભારતને અપીલ કરું છું કે તે સત્યને ઉજાગર કરવા માટે અમારી સાથે કામ કરે.
Advertisement
Advertisement
ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ટ્રુડોએ કહ્યું કે હું ભારત સરકારને અમારી સાથે મળીને કામ કરવા, આ આરોપોને ગંભીરતાથી લેવા અને ન્યાય થવા દેવાનું આહ્વાન કરું છું. આ ઉપરાંત, તેમણે કહ્યું કે કાયદાના શાસનવાળા દેશમાંઆવી પ્રક્રિયાઓ સખત અને સ્વતંત્ર રીતે થાય તે સુનિશ્ચિત કરવાની અમારી જવાબદારી છે અને અમે તે જ કરી રહ્યા છીએ. અમે આંતરરાષ્ટ્રીય આધાર પરની સિસ્ટમ માટે ઊભા છીએ.
બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર દાવો કરતા કહ્યું કે મેં સોમવારે કહ્યું હતું તેમ ભારત સરકારના એજન્ટો કેનેડાની ધરતી પર એક કેનેડિયન નાગરિકની હત્યામાં સામેલ હતા તેમ માનવા માટે વિશ્વસનીય કારણ છે. અમે ભારત સરકારને આ મામલાની હકીકત જાણવા માટે આગળ વધીને અમારી સાથે કામ કરવા માટે અનુરોધ કરીએ છીએ.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ વધુમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી સાથે મારી સીધી અને સ્પષ્ટ વાતચીત થઈ હતી, જેમાં મેં મારી ચિંતા શેર કરી હતી… અમે ભારત સરકારને તેને ગંભીરતાથી લેવા અને આ મામલે સંપૂર્ણ પારદર્શિતા લાવવા, જવાબદારી અને ન્યાય સુનિશ્ચિત કરવા માટે અમારી સાથે કામ કરવા તમને આહવાન કરીએ છીએ. અમારા દેશમાં કાયદાનું શાસન છે. અમે કેનેડિયનોને સુરક્ષિત રાખવા અને અમારા મૂલ્યોને જાળવી રાખવા માટે જરૂરી હશે તે કાર્ય કરવાનું ચાલુ રાખીશું.
આ ઉપરાંત, તેમણે કહ્યું કે એમાં કોઈ શંકા નથી કે વિશ્વમાં ભારતનું મહત્વ વધી રહ્યું છે અને ભારત એક એવો દેશ છે જેની સાથે આપણે માત્ર એક ક્ષેત્રમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં કામ કરવાનું ચાલુ રાખવાનું છે. અમે ઉશ્કેરવા કે સમસ્યાઓ ઉભી કરવા માંગતા નથી, પરંતુ અમે કાયદાના શાસન માટે અને કેનેડાના લોકોનું રક્ષણ કરવા ઊભા રહેવાના મહત્વ વિશે સ્પષ્ટ છીએ. તેથી અમે ભારત સરકારને આ મામલાની હકીકત ઉજાગર કરવા, ન્યાય અને જવાબદારી સુનિશ્ચિત કરવા અમારી સાથે કામ કરવા આહ્વાન કરીએ છીએ.
Advertisement