દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ગડુલ આજે શનિવારે ચોથા દિવસે પણ ચાલી રહ્યું છે. જિલ્લાના કોકરનાગમાં ગડુલના ગાઢ જંગલ અને પહાડો વચ્ચે આ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં ઘણી કુદરતી ગુફાઓ છે, જેમાં આતંકવાદીઓને આશ્રય મળી રહ્યો છે. આ સ્થિતિમાં સુરક્ષા દળો આધુનિક ટેક્નોલોજી અને હથિયારો સાથે ઝડપી કાર્યવાહી કરી રહ્યા છે. પહેલા ડ્રોનની મદદથી ટાર્ગેટ નક્કી કરવામાં આવી રહ્યા છે અને પછી બોમ્બની મદદથી તે સ્થાનને નષ્ટ કરવામાં આવી રહ્યા છે.
Advertisement
Advertisement
કેમેરામાં એક આતંકવાદી દોડતો દેખાયો
ડ્રોન કેમેરામાં એક આતંકવાદી ભાગતો જોવા મળ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શુક્રવારે, ઘણા યુબીજીએલ ઘણાં રોકેટ લોન્ચર અને આઈઈડી લગાવીને આતંકીઓના શંકાસ્પદ ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. અથડામણના સ્થળ પર આખું કમાન્ડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. સેના અમુક અંતર જાળવીને આતંકવાદીઓના ઠેકાણાઓને નષ્ટ કરી રહી છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓના લગભગ ચાર ઠેકાણાને નષ્ટ કરી દીધા છે્. લગભગ છ કુદરતી ગુફાઓને નષ્ટ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક ખૂબ જ મોટી પ્રાકૃતિક ગુફા છે, જેને વારંવાર નિશાન બનાવવામાં આવી રહી છે. સેનાએ કહ્યું છે કે છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે નવી પેઢીના શસ્ત્રો અને સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમાં હુમલો કરવા સક્ષમ હેરોન ડ્રોન અને ક્વાડ કોપ્ટરનો સમાવેશ થાય છે.
10 થી વધુ ટીમોએ વિસ્તારને ઘેર્યો છે: ડીજીપી
જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે 10 થી વધુ ટીમોએ કોકરનાગના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે તે સ્થળને ઘેરી લીધું છે. આ જ કારણે આતંકીઓ હજુ સુધી ત્યાંથી નીકળી શક્યા નથી. બહાદુર જવાનોની શહાદતને સલામ કરતાં તેમણે કહ્યું કે કેટલાંક ઓપરેશન એવા હોય છે જેમાં જોખમ વધારે હોય છે.
બારામૂલામાં અથડામણમાં બે આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાંચાલી રહેલી અથડામણ વચ્ચે શનિવારે ઉત્તર કાશ્મીરના બારામૂલા જિલ્લામાં અથડામણ શરૂ થઈ છે. પોલીસે જણાવ્યું કે બારામૂલાના ઉરીના હથલંગાની આગળના વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. આ ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. પોલીસ અને સુરક્ષા દળોએ મોરચો સંભાળી લીધો છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.
શુક્રવારે બે આતંકવાદી મદદગારો ઝડપાયા
આ પહેલા શુક્રવારે બારામૂલામાં આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમે અહીં બે આતંકવાદીઓની ધરપકડ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બંને આરોપીઓ ઘાટીમાં લશ્કર-એ-તોયબા માટે કામ કરતા હતા. તેમની પાસેથી હથિયારો અને વાંધાજનક સામગ્રી મળી આવી છે. બંનેની તલાશી દરમિયાન તેમની પાસેથી 2 ગ્લોક પિસ્તોલ, 2 પિસ્તોલ મેગઝીન, 2 પિસ્તોલ સાયલેન્સર, 5 ચાઈનીઝ ગ્રેનેડ અને 28 પિસ્તોલ રાઉન્ડ મળી આવ્યા હતા.
Advertisement