વન ડે વર્લ્ડ કપ 2023 ભારતમાં 5 ઓક્ટોબરથી યોજાવાનો છે. તે જ સમયે, આઈસીસીએ પણ વર્ષ 2024માં યોજાનારા ટી20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જૂન 2024માં યોજાનારા T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. આ સિવાય આ T20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા સંયુક્ત રીતે કરશે. ICC એ ત્રણ અમેરિકન શહેરોના નામ નક્કી કર્યા છે જ્યાં T20 વર્લ્ડ કપની મેચો યોજાશે.
Advertisement
Advertisement
ન્યૂયોર્ક ઉપરાંત ICC દ્વારા પસંદ કરાયેલા ત્રણ અમેરિકન શહેરોમાં ફ્લોરિડા અને ડલ્લાસનો પણ સમાવેશ થાય છે. અમેરિકામાં આટલી મોટી ક્રિકેટ ઈવેન્ટનું આયોજન આ પહેલી વખત થશે. આ મેચ ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવાર્ડ કાઉન્ટી જ્યારે ડલાસમાં ગ્રાન્ડ પ્રેયરીમાં રમાશે. T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્ક સિટીથી 30 માઈલ દૂર 34,000 દર્શકોની ક્ષમતા સાથેના આઈઝનહોવર પાર્ક સ્ટેડિયમમાં યોજાય તેવી શક્યતા છે.
આ ત્રણ અમેરિકન શહેરોના નામની જાહેરાત કરતા ICCએ પોતાના નિવેદનમાં કહ્યું, ‘અમેરિકા અમારા માટે મહત્વપૂર્ણ માર્કેટ છે અને આ સ્થળ અમને વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્સ માર્કેટમાં પ્રવેશ કરવાની એક મોટી તક આપે છે. આનાથી અમને ક્રિકેટને આગળ લઈ જવામાં પણ મદદ મળશે. આનાથી અહીં હાજર ક્રિકેટ ચાહકો ખૂબ જ ખુશ થશે અને તેમને શાનદાર મેચ જોવાનો મોકો પણ મળશે. અમે ડલાસ અને ફ્લોરિડામાં મેદાનોની ક્ષમતા વધારીશું જેથી વધુને વધુ ક્રિકેટ ચાહકો મેચનો આનંદ લઈ શકે.
Advertisement