દિલ્હી: રોજગાર મેળાનું ઉદ્ઘાટન કરતી વખતે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા કર્મચારીઓને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. આ યુવાનોને અલગ-અલગ વિભાગોમાં સરકારી નોકરી આપવામાં આવી છે. નવી દિલ્હીમાં નેશનલ મીડિયા સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પીએમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. મંગળવારે આયોજિત રોજગાર મેળા અંતર્ગત દેશના અનેક ક્ષેત્રના યુવાનોને 51 હજારથી વધુ જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. 46 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.
Advertisement
Advertisement
રોજગાર મેળા અંતર્ગત સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા ભરતી થયેલા કર્મચારીઓને લગભગ 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આજે સરકારી સેવાઓ માટે નિમણૂક પત્ર મેળવનાર તમામ ઉમેદવારોને અભિનંદન, આપ સૌએ સખત મહેનત બાદ આ સફળતા મેળવી છે. લાખો ઉમેદવારોમાંથી તમારી પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત સમારોહને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે દેશની અડધી વસ્તીને નારી શક્તિ વંદન એક્ટના રૂપમાં ખૂબ મોટી તાકાત મળી છે. મહિલા અનામત બિલનો મુદ્દો, જે 30 વર્ષથી પેન્ડિંગ હતો, હવે બંને ગૃહો દ્વારા રેકોર્ડ મતોથી પસાર કરવામાં આવ્યો છે. દેશની નવી સંસદના પ્રથમ સત્રમાં આ નિર્ણય લેવામાં આવ્યો, નવી સંસદમાં દેશનું નવું ભવિષ્ય શરૂ થયું…ભારતની દીકરીઓ સ્પેસથી લઈને સ્પોટ સુધી અનેક નવા રેકોર્ડ બનાવી રહી છે.
Advertisement