હાલમાં આફ્રિકના સુદાન દેશમાં છેલ્લાં ૧૩ દિવસથી આર્મી ઓફ સુદાન અને રેમિડ સપોર્ટ ફોર્સીસ (આરએસએફ) સૈન્યના બે દળો વચ્ચે પાવર મેળવવાની લડાઇ ચાલી રહી છે અને તેમાં સુદાનના નાગરિકોનો ભોગ લેવાઇ રહ્યો છે. હિંસાની આગમાં અત્યાર સુધીમાં ૪૦૦થી વધારે લોકોના મૃત્યુ થયાના અહેવાલો સામે આવી રહ્યા છ અને ૪ હજારથી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
Advertisement
Advertisement
બધા દેશો પોતાના નાગરિકોને સુદાનમાંથી હેમખેમ પાછા લાવવા માટેના પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે ભારત સરકાર દ્વારા પણ સુદાનમાં રહેલા ૩૦૦૦થી વધારે લોકોને પોતાના વતનમાં લાવવા માટે ‘કાવેરી ઓપરેશન’ શરૃ કર્યું છે. આ સમયે ગુજરાત યુનિવર્સિટીમાં પીએચ.ડી. અને બેચલર સ્ટડી કરતા સુદાન અને સાઉથ સુદાનના સ્ટુડન્ટ્સે સુદાનમાં ચાલી રહેલી સ્થિતિ વિશે પોતાની આપવીતી કહી હતી.
પીએચ.ડી.સ્ટુડન્ટ ઓસામા મોહમ્મદ સોલેહીએ કહ્યું કે, સુદાનના કેપિટલ કર્તુમના આસપાસના વિસ્તારમાં મારો પરિવાર રહે છે અને ત્યાં સતત ગોળીબાર અને બોમ્બબ્લાસ્ટ થઇ રહ્યો છે. બે દિવસ પહેલાં પરિવાર સાથે વાત થઇ હતી જેમાં તેઓએ કહ્યું કે, સતત બોમ્બબ્લાસ્ટ અને ગોળીબારને લઇને ચાર દિવસથી ઇલેક્ટ્રિસિટી બંધ થઇ ગઇ છે અને પરિસ્થિતિ ઘણી વિકટ થઇ રહી છે.
સુદાનમાં હું જે યુનિવર્સિટીમાં કામ કરી રહ્યો છું ત્યાં બોમ્બબ્લાસ્ટ થયો અને તેમાં મારા ત્રણ મિત્રોના મૃત્યુના સમાચાર મળ્યા છે જેે મારા માટે ઘણી દુઃખદાયક ઘટના છે. એક મહિના પછી મારે સુદાન જવાની ઇચ્છા હતી પણ હવે એરપોર્ટ સહિતની સુવિધાઓ પણ બંધ થઇ છે ત્યારે મારી સેફ્ટીને લઇને હું અહીં રહેવાનો છું. પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી શકતા નથી અને જે મળ્યું તે ખાઇને દિવસો પસાર કરી રહ્યા છે.
વધુમાં સ્ટુડન્ટ્સ જૂલ કોન કહે છે કે, ૨૦૧૧માં સુદાનમાંથી સાઉથ સુદાન અલગ દેશ થયો છે. અમારા દેશની ઇકોનોમી હજુ સારી નથી ત્યાં પાછી આ પ્રકારના વૉર અમારા માટે વિકટ સ્થિતિનંુ નિર્માણ કરશે.હું સાઉથ સુદાનમાં રહું છું અને અમારા ત્યાં નેચરલ રિસોર્સથી ક્રૂડ ઓઇલથી જે આવક મળે તેનાથી અમારું ઘર ચાલે છે. ક્રૂડ ઓઇલ માટેની મેઇન લાઇન સુદાનમાં થઇને નીકળે છે. હાલના સમયમાં સુદાનમાં બે લશ્કર વચ્ચે જે વૉર ચાલી રહ્યું છે જેને લીધે ક્રૂડ સપ્લાઇ બંધ થવાની સ્થિતિ ઊભી થઇ છે અને પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલભર્યું બની રહેશે.
સાઉથ સુદાનથી સુદાનના દાફર સિટીમાં ઘણાં લોકો નિયમિત કામ કરવા માટે જતા હોય છે. મારા પરિવારના બીજા સભ્યો સુદાનમાં રહે છે અને તેઓ હાલની સ્થિતિને લીધે ઘણાં જ ડરી ગયા છે અને તેઓને સતત મૃત્યુ સામે લડી રહ્યા છે. સુદાન વૉરને લઇને સ્ટુડન્ટ્સ બખીતા ટેરે પોતાની વાત કરતાં કહ્યું કે,સાઉથ સુદાન માત્ર ક્રૂડમાંથી મળતી આવકથી ચાલતો દેશ છે. કોઇ ઇન્ડસ્ટ્રીઝ ક બીજા ઇન્કમ સ્ત્રોત ન હોવાથી દરેક પરિવાર રોજગારી મળવી મુશ્કેલ છે. દસ દિવસ કરતા વધારે સમયથી સુદાનમાં ચાલી રહેલા વૉરની સીધી અસર સાઉથ સુદાનમાં થઇ રહી છે.
સુદાન વૉરને લઇને તેની કરન્સી નીચી જઇ રહી છે અને ટ્રાન્સપોર્ટ બંધ થયું છે અને તેને લીધે અમારા ત્યાં જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ૫૦ ટકાથી વધારે ભાવ વધ્યા છે અને લોકો મનફાવે તે રીતે ભાવ વધારી રહ્યા છે. સુદાન વૉરને લઇને મારા પરિવારના સભ્યોને પણ જીવન ચલાવવું ઘણું મુશ્કેલભર્યું બન્યું છે. સુદાનમાં ચાલી રહેલા વૉરને લઇને ત્યાં રહેતા અમારા સંબંધીઓ હવે પોતાનો જીવ બચાવવા માટે ઇજિપ્તમાં માઇગ્રેટ થઇ રહ્યા છે જે ઘણું દુઃખદાયક બાબત છે. સાઉથ સુદાનના સ્ટુડન્ટ્સ અકુર બોલ કહે છે કે, મારી દાદી ઘણાં વર્ષોથી સુદાનમાં રહે છે.
તાજેતરમાં જ મારી મોટી બહેન મેડિકલ ટ્રીટમેન્ટ માટે સુદાન ગઇ હતી અને હાલમાં ચાલી રહેલા સુદાન વૉરને લઇને ત્યાં ફસાઇ ગઇ છે. મોટી બહેન હવે ત્યાં ડરી ગઇ છે જેનાથી પરિવાર પર આભ ફાટી પડયા જેવી સ્થિતિ નિર્માણ પામી છે. અમારા ઘણાં પરિચિત અને સગાં-સંબંધીઓ સુદાનમાં રહે છે. મારી મોટી બહેન સાથે એક દિવસ પહેલાં વાત થઇ હતી અને તે કહેતી હતી કે, સુદાનમાં સ્થિતિ ઘણી વિકટ બની રહી છે. લોકો ઘરની બહાર નીકળી શકતા નથી અને સતત ડર સાથે જીવી રહ્યા છે.
સૈન્ય લશ્કર એકબીજા પર બોમ્બબ્લાસ્ટ કરી રહ્યા છે અને તેમા ઘણાં લોકોનો મૃત્યુ થઇ રહ્યા છે. એક વર્ષથી અહીં અભ્યાસ કરું છું, હવે મારે ઘરે જવાની ઇચ્છા હતી પણ હવે સુદાનમાં થઇ રહેલા વૉરને લઇને ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થઇ છે. પરિવાર સાથે વાત કરતાં કહ્યું કે, અમારી સ્થિતિ મુશ્કેલભરી છે ત્યારે આ સમયે તમે અહીં આવશો નહીં. મને પરિવારની ચિંતા છે અને ત્યાં હવે મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે.
Advertisement