પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢને રૂપિયા 7500 કરોડની યોજનાઓની ભેટ આપ્યા બાદ રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોર, 4-લેન રાયપુર-કોડેબોડે સેક્શન સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે અંતાગઢથી રાયપુર સુધી દોડતી નવી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે સમારોહને સંબોધતા તેમણે કહ્યું કે ભારત સરકારના આ પ્રોજેક્ટ્સથી અહીં રોજગારીની ઘણી નવી તકો પણ ઊભી થશે. ડાંગરના ખેડૂતો, ખનિજ સંપત્તિ અને પર્યટન સાથે સંકળાયેલા ઉદ્યોગસાહસિકોને પણ આ પ્રોજેક્ટ્સથી ઘણો ફાયદો થશે. સૌથી મોટી વાત એ છે કે આ સાથે આદિવાસી વિસ્તારોમાં સુવિધા અને વિકાસની નવી સફર શરૂ થશે.
Advertisement
Advertisement
આ ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે છત્તીસગઢને 7500 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. આ ભેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને અહીંના લોકોનું જીવન સરળ બનાવવા અને અહીંની આરોગ્ય સેવાઓમાં સુધારો કરવા માટે છે. છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ છત્તીસગઢના હજારો આદિવાસી ગામોમાં રસ્તા બન્યા છે. ભારત સરકારે અહીં લગભગ 3,500 કિલોમીટર લાંબા નેશનલ હાઈવેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. તેમાંથી લગભગ 3 હજાર કિમીના પ્રોજેક્ટ પૂરા પણ કરવામાં આવ્યા છે.
સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો બીજો મોટો ફાયદો છે, જેના વિશે વધુ ચર્ચા થતી નથી. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામાજિક ન્યાય સાથે પણ સંબંધિત છે. સદીઓથી અન્યાય અને અસુવિધાઓનો સામનો કરનારા લોકોને ભારત સરકાર આ આધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે. 9 વર્ષ પહેલા, છત્તીસગઢના 20% થી વધુ ગામડાઓમાં કોઈપણ પ્રકારની મોબાઈલ કનેક્ટિવિટી ન હતી, આજે તે ઘટીને લગભગ 6% થઈ ગઈ છે. આમાંના મોટાભાગના ગામો આદિવાસી અને નક્સલી હિંસાથી પ્રભાવિત છે. આજે છત્તીસગઢ 2-2 ઈકોનોમિક કોરિડોર સાથે જોડાઈ રહ્યું છે. રાયપુર-ધનબાદ ઈકોનોમિક કોરિડોર અને રાયપુર-વિશાખાપટ્ટનમ ઈકોનોમિક કોરિડોર આ ક્ષેત્રનું ભાગ્ય બદલવા જઈ રહ્યા છે. રાયપુર-વિશાખાપટ્ટનમ કોરિડોરથી રાયપુર અને વિશાખાપટ્ટનમ વચ્ચેનું અંતર ઘટીને અડધું થઈ જશે.
PMએ માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીએ કહ્યું,” મને ખબર પડી કે આજે સવારે છત્તીસગઢના ત્રણ લોકો જે અહીં રેલી માટે આવી રહ્યા હતા તેઓ બસ અકસ્માતમાં મૃત્યુ પામ્યા. આ દુર્ઘટનામાં કેટલાંક લોકો ઘાયલ પણ થયા છે. હું મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપું છું અને જેઓ ઘાયલ થયા છે તેમની સારવાર માટે શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. જે લોકો હોસ્પિટલમાં છે તેઓ ઝડપથી સાજા થાય તે માટે હું પ્રાર્થના કરું છું”
Advertisement